________________
હવે જો સ્થૂલ શરીર, આ રીતે, જીવાત્મા માટેના ભોગોના અધિષ્ઠાન-રૂપ હોય તો, એની ભોગાવસ્થા દરમિયાન, જીવાત્માનો, આ સ્થૂલ શરીર સાથેનો, સંબધ કેવો હોય છે? – એ સવાલ ઊભો થાય છે, અને એટલે જ, આ સવાલના જવાબ તરીકે, જણાવવામાં આવ્યું છે કે શરીર સાથેની જીવાત્માની ભોગ-ક્રિયા માટે, તેની ત્રણ “અવસ્થાઓ' (જાગ્રત, સ્વપ્ર અને સુષુપ્તિ) પૈકી, માત્ર એક જ અવસ્થા - “જાગ્રત'(નાક)ની મર્યાદા બાંધવામાં આવી છે. જીવાત્માને પોતાના ભોગાયતન'રૂપી આ રાજમહેલમાં, સ્થૂલ શરીરના સંપર્કમાં રહીને જે કંઈ લીલાઓક્રિીડાઓ માણવી હોય તે, માત્ર આ એક જ અવસ્થા(“જાગ્રત”) દરમિયાન કરી શકે છે, કારણ કે તેમાં જ, તે અવસ્થા દરમિયાન જ, તેને સ્થૂલ પદાર્થોનો અનુભવ થાય છે (યત: તણ પૂનાનુભવ: મસ્તિ ). એટલે બીજી, એક વાત એ પણ સ્પષ્ટ થઈ ગઈ કે જીવાત્માને પૂલ શરીર સાથે કશો જ સંબંધ, “સ્વમ' અને સુષુપ્તિ, - એ બે અવસ્થાઓ દરમિયાન રહેતો નથી.
એક ઝીણો અને નાનકડો, છતાં અગત્યનો મુદ્દો, કોઈક મેધાવી શ્રેયાર્થીનાં મનમાં, એ પણ ઉપસ્થિત થાય કે જીવાત્મા તો નિરાકાર છે; તે, વળી, સુખદુઃખને ભોગવે શી રીતે ? આ મુદ્દો જેટલો ચિંત્ય છે, તેટલો જ ચિંતનપ્રેરક પણ છે. અધ્યાત્મશાસ્ત્રમાં આ મુદ્દા અંગે, આ પ્રમાણે, ઉકેલ નક્કી કરવામાં આવ્યો છે : મૃત્યુ પછી, સ્થૂલ શરીર તો ભસ્મસાત્ થઈ જાય છે, પરંતુ ઉપર કહ્યું તે પ્રમાણે, જીવાત્મા પુનર્જન્મ, સ્વર્ગમાં નવું શરીર ધારણ કરે છે અને વેદાન્તની પરિભાષામાં, જીવાત્મા, તે શરીરનો “અભિમાની” બને છે. તે પોતે જ, આ કારણે, સ્થૂલશરીરમાં મમ-ભાવ ઉત્પન્ન કરે છે અને આ રીતે, સ્થૂલ શરીરને પોતાનાં સુખદુઃખ ભોગવવાનું સાધન સમજીને, પોતાની “જાગ્રત - અવસ્થા દરમિયાન, એ જ શરીર-રૂપી પોતાનાં ભોગાયતનમાં, સંસારના સર્વ સ્થૂલ પદાર્થોનો અનુભવ પોતાની ઇન્દ્રિયો દ્વારા મેળવે છે.
એક આનુષગિક વાત પણ અહીં નોંધવાની રહે છે કે અહીં આ શ્લોકમાં, બેને બદલે ત્રણ પંક્તિઓ છે. હવે પછી પણ ગ્રંથમાં ક્યાંક-ક્યાંક આવું બનશે. ગ્રંથકારની અનુકૂળતા પ્રમાણે, આવી પરંપરા રામાયણ-મહાભારતથી શરૂ થઈ છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૯૦)
૯૧ बाह्येन्द्रियैः स्थूलपदार्थसेवां
स्रक्चन्दनस्त्र्यादिविचित्ररूपाम् । करोति जीवः स्वयमेतदात्मना तस्मात् प्रशस्तिर्वपुषोऽस्य जागरे ॥ ९१ ॥
૧૮૦ | વિવેકચૂડામણિ