________________
મળવા આવ્યા હતા અને પોતાનાં ત્રણ નાટકો શંકરાચાર્યને વાંચી સંભળાવ્યાં હતાં. દક્ષિણયાત્રા દરમિયાન, શંકરાચાર્ય ફરીથી કેરળ ગયા, રાજાને મળ્યા અને પેલાં નાટકો વિશે પૂછ્યું; પણ રાજકાજનાં કામમાં રાજા આ નાટકોને સાચવી શક્યા ન્હોતા. શંકરાચાર્યે પોતાની સ્મરણશક્તિના આધારે, એ નાટકોને અક્ષરશઃ લખાવી દીધાં !
પેલા સર્વ “દિગ્વિજય”-ગ્રંથોમાં આલિખિત, શંકરાચાર્યની જીવન-કારકિર્દી અંગેની આ બધી ઘટનાઓ તો મુખ્ય અને તે પણ સંક્ષિપ્ત જ છે. શંકરાચાર્યના ચાર મુખ્ય શિષ્યો આ પ્રમાણે નોંધાયા છે ઃ (૧) પદ્મપાદ (મૂળ નામ : સનન્દન)
(૨) સુરેશ્વરાચાર્ય (મૂળ નામ : મંડનમિશ્ર)
(૩) હસ્તામલક (મૂળ નામ : પૃથ્વીધર)
(૪) તોટકાચાર્ય અથવા ત્રોટકાચાર્ય (મૂળ નામ : ગિરિ અથવા આનંદગિર) ભારતની ભાવાત્મક એકતા અને પોતે પ્રબોધેલાં ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે, એવા શુભ ઉદ્દેશથી પ્રેરાઈને, શંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં, પ્રખ્યાત તીર્થસ્થાનોમાં, સ્થાપેલા ચાર મઠ, એ એમની અદ્યાપિ-પર્યંત, એ જ પરંપરામાં, સુરક્ષિત એક અવિસ્મરણીય મહાસિદ્ધિ છે. એમના ચારેય શિષ્યો, જૂદા જૂદા વેદોના અનુયાયીઓ હતા, અને વેદોનો સંબંધ દિશાઓ સાથે નિશ્ચિત થયેલો છે, તે ચારેયને તેમણે વેદ-અનુસા૨ી દિશાઓમાંની પીઠના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા, જેનો કોઠો આ પ્રમાણે છે :
દિશા
અધ્યક્ષ
તોટકાચાર્ય
(૧) ઉત્તર :
(૨)
(૩)
(૪)
હિમાલયનાં
બદરીનારાયણ
મંદિર પાસે
દક્ષિણ : તુંગભદ્રા-નદીના તટે
પૂર્વ :
જગન્નાથપુરીમાં
પશ્ચિમ :
ફર્મા - ૨
સૌરાષ્ટ્રની
દ્વારિકાપુરીમાં
સુરેશ્વરાચાર્ય
પદ્મપાદ
વેદ
અથર્વવેદ
યજુર્વેદ
ઋગ્વેદ
હસ્તામલક સામવેદ
વિવેકચૂડામણિ / ૧૭
મઠનું નામ જ્યોતિર્મઠ
શૃંગેરી-મઠ
ગોવર્ધન-મઠ (જગન્નાથપુરી)
શારદા-મઠ