________________
શંકરાચાર્યનાં સુપ્રસિદ્ધ આ સ્તોત્રનો આધાર લઈને, આ પ્રસંગની રચના થઈ હોય, એ શક્ય નથી ? ' (૧૩) શંકરાચાર્યના સૌપ્રથમ શિષ્ય સનન્દન નદીના સામે કાંઠે હતા, બીજા કાંઠા પર રહેલા શંકરાચાર્યને એમની તાત્કાલિક હાજરીની જરૂર પડતાં, તેમણે તેને જલદી પોતાની પાસે આવવા આજ્ઞા આપી. શિષ્ય પોતાના પ્રાણની પરવા કર્યા વિના, પાણીમાં ચાલવાનું શરૂ કર્યું, તેની ગુરુભક્તિથી પ્રસન્ન થઈને, તેના પગની નીચે કમળનાં પાંદડાં ગોઠવી દીધાં અને તેને ગંગાએ બચાવી લીધો !
આ ચમત્કાર પછી, સનન્દન, પદ્મપાદ' (“જેનાં પગ નીચે કમળપત્રો પ્રકટ્યાં હતાં”), એવાં નામે જાણીતો થયો !
પણ કમળનાં પાંદડાં કોઈ માણસનાં શરીરનો ભાર ઝીલી શકે ?
(૧૪) શંકરાચાર્ય દક્ષિણમાં હતા તે દરમિયાન, કોઈક Mental Telepathyથી માતાની માંદગી અને અંતિમ સ્થિતિની તેમને જાણ થઈ. આપેલા વચન પ્રમાણે, તરત જ તેઓશ્રી ત્યાં પહોંચી ગયા, ખૂબ સેવા કરી, અને પુત્રના મુખે કુલદેવતા શ્રીકૃષ્ણની સ્તુતિ સાંભળતાં માતાએ દેહ છોડ્યો.
Mષ્ટસ્તોત્ર આ પ્રસંગના પાયામાં ન હોઈ શકે ?
જ્ઞાતિજનોએ દાદાગ્નિ માટે અગ્નિ આપવાનો ઈન્કાર કરતાં, શંકરાચાર્યે પોતાના જમણા હાથને મથીને તેમાંથી અગ્નિ પ્રગટાવ્યો અને તેના વડે માતાનો અગ્નિસંસ્કાર કર્યો !
પરંતુ સંન્યાસી તો નિનિ હોય ! એને વળી અગ્નિ કેવો ? લોકોએ વિરોધ કર્યો, પણ ક્રાંતિમૂર્તિ શંકરાચાર્યે તેને ગણકાર્યો નહીં.
(૧૫) શંકરાચાર્ય “એકપાઠી” અને “શ્રુતધર’ હતા, કોમ્યુટર જેવી એમની સ્મરણશક્તિ અદ્ભુત હતી, એ વાત આ પહેલાં નોંધવામાં આવી છે : આવા બે પ્રસંગો, આ પ્રમાણે મળે છે : (અ) શિષ્ય પદ્મપાદ એમના મામાને ત્યાં હતા ત્યારે, સલામતી ખાતર પોતાનો ગ્રંથ “પંચપાદિકા મામાને ત્યાં રાખીને તીર્થાટનમાં નીકળી ગયા હતા; પરંતુ મામા તો હતા પૂર્વમીમાંસક પ્રભાકરના શિષ્ય અને આ ગ્રંથમાં તો હતું શાંકરમતનું (ઉત્તરમીમાંસાનું) પ્રતિપાદન. અસહિષ્ણુ મામાએ તેને સળગાવી દીધો.
પદ્મપાદને આ જાણીને ખૂબ દુ:ખ થયું, પરંતુ આ ગ્રંથ રચ્યા પછી તેણે શંકરાચાર્યને વાંચી સંભળાવ્યો હોવાથી, “ઋતધર' ગુરુજીને એ અક્ષર-અક્ષર યાદ હતો : ગ્રંથ એ જ સ્વરૂપે લખાવી દીધો ! (બ) બાલ્યાવસ્થામાં શંકરાચાર્ય કેરળમાં જ હતા ત્યારે, રાજા રાજશેખર તેમને
૧૬ | વિવેકચૂડામણિ