________________
શબ્દાર્થ – વ: - શરીર, સ્થૂલ દેહ; વ: વર્ષ - શરીર વગેરે પદાર્થોમાં, એટલે કે શરીરમાં, શરીર સાથે જ સંકળાયેલી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અંદર-રહેલી, અંતરિન્દ્રિય એટલે મન, - એ સહુમાં, એ સહુ વિશે. મુમુક્ષોઃમુમુક્ષુ માટે, મોક્ષાર્થી માટે; આવો “મોહ”(નોદ વિ) જ; મરી-મૃત્યુ: (પ્તિ) એક મહામૃત્યુ છે, બની રહે છે.
યેન મોદ: વિનિર્જિતઃ- જેણે, આ મોહને જીતી લીધો છે, - એટલે કે મોહ પર જેનો કાબુ છે, મોહને જે મનુષ્ય વશ થતો નથી તે; : મુ૬િ અતિ | - તે મનુષ્ય મોક્ષ-પદ માટે, એ પદ મેળવવા માટે યોગ્ય છે (ગતિ), એની પાત્રતા ધરાવે છે. (૮૭)
અનુવાદ – મુમુક્ષુ માટે, શરીર વગેરે(પદાર્થો)માં મોહ હોવો તે જ (એક) મહામૃત્યુ(સમાન) છે : જેણે (આ) મોહને જીત્યો, તે જ મોક્ષ-પદ માટે લાયક છે. (૮૭)
ટિપ્પણ – આચાર્યશ્રીએ, હમણાં, છેલ્લા કેટલાક શ્લોકોમાં, ઈશ્વર-સાક્ષાત્કાર, મોક્ષપ્રાપ્તિ વગેરેમાં, “વિષયો” (વિષય-વાસનાઓ), સ્થૂળ દેહ વગેરેનાં લાલનપાલન કેવાં વિઘ્નરૂપ બની રહે છે, તે સવિસ્તર, સ-દષ્ટાંત, સમજાવ્યું, એનું પ્રતિપાદન કર્યું.
હવે, તેઓશ્રી, થોડા શ્લોકોમાં, “મોહન”નામક તત્ત્વને, એવી જ સૂક્ષ્મતાપૂર્વક સમજાવે છે :
આ “મોહ”-શબ્દ સામાન્ય જીવન-વ્યવહારમાં ખૂબ જ પ્રચલિત અને સહુને પરિચિત એવો શબ્દ છે. પરંતુ આ શબ્દનાં હાર્દને, તત્ત્વજ્ઞાન-તત્ત્વચિંતનનાં ક્ષેત્રમાંના એના દાર્શનિક(Philosophical) અર્થને સમજી લેવા જેવો છે. આ શબ્દના અર્થ વિશે, સામાન્ય જનસમાજમાં, થોડી ભ્રાન્તિ, થોડી ગેરસમજ પણ પ્રવર્તે છેઃ “તે માણસને પૈસા અને પ્રતિષ્ઠાનો ઘણો મોહ છે, તે સ્ત્રીને ઘરેણાંનો ખૂબ મોહ છે;” - આવા અર્થમાં, મહદંશે, આ શબ્દ, આપણા દૈનંદિન-દુન્યવી વ્યવહારમાં વપરાય છે.
પરંતુ દર્શનશાસ્ત્રમાં આ શબ્દનો સૂચિતાર્થ, એનો ધ્વનિ જરા જુદો છે : મુ એટલે, કોઈ વસ્તુમાં “મોહિત થઈ જવું, મુંઝાઈ જવું, “શું કરવું - “શું ન કરવું', એ બાબત અકળાઈ જવું, કિંકર્તવ્યમૂઢ થઈ જવું. કુરુક્ષેત્ર યુદ્ધના આરંભમાં, “લડવાન લડવા” વિશે અર્જુનનાં મનમાં, આ અર્થમાં જ “મોહ જાગ્યો હતો, અને શ્રીકૃષ્ણના ઉપદેશથી જ્યારે તેને તેની ફરજ(ધર્મ) સમજાઈ ત્યારે, તેણે આમ જ કહ્યું
નો મોહ ૨૮, ૭રૂ છે આનો અર્થ જ એ કે એનાં કર્તવ્ય બાબતની “મુંઝવણ' નાશ પામી હતી.
પરંતુ આ શબ્દનો દાર્શનિક અર્થ એ છે, જેનાં પરિણામે, મનુષ્ય આ વિશ્વનાં આત્યંતિક, મૂળભૂત, શાશ્વત સત્યને સમજી શકતો નથી, અને જેમાં પ્રસ્ત થતાં,
૧૭૪ | વિવેચૂડામણિ