________________
બહુ-જાણીતા એવા આ “વૈરાગ્ય-શબ્દને સમજવા જેવો છે ? જે વસ્તુ બહુ ગમે, એ માટેની માનવસહજ ઇચ્છા એટલે “રાગ”. મોક્ષાર્થીએ આ “રાગ”(Attachment)માંથી મુક્ત થવું જ રહ્યું. આ પ્રક્રિયા એટલે “વિ-રાગ”(રાગ વગરનાં હોવાની પરિસ્થિતિ). “વિરાગ'-શબ્દ પરથી રચવામાં આવેલું ભાવવાચક નામ (Abstract Noun) એટલે “વૈરાગ્ય”.
પરંતુ આ “વૈરાગ્ય' માત્ર નામનો, ઉપરછલ્લો, અધૂરો હોય, તે ન ચાલે. પત્નીનું અવસાન થતાં, એના અગ્નિદાહ માટે રમશાનમાં ગયેલા, પત્ની પ્રત્યેના પ્રેમનાં કારણે, એના વિયોગે ઝૂરતા પતિને, ફરી લગ્ન ન કરવાની ક્ષણિક વૃત્તિ થઈ આવે; પરંતુ ઘેર પાછા આવ્યા પછી, આવી વૃત્તિ લાંબું ન ટકે અને તે પુર્નલગ્ન કરે તો, પતિના આવા વૈરાગ્યને આપાત-“વૈરાગ્ય” અથવા “શ્મશાનવૈરાગ્ય” કહેવામાં આવે છે.
મુમુક્ષુનો વૈરાગ્ય આવો ન હોવો જોઈએ : સંપૂર્ણ, સંનિષ્ઠ, સાચો હોવો જોઈએ. મોક્ષાર્થી માટે આ એક અપરિહાર્ય(Indispensable) પૂર્વશરત છે. “આપાત-વૈરાગ્યનો અર્થ જ એ થયો કે વૈરાગ્ય આકસ્મિક, ક્ષણિક અને માન આવેલજન્ય જ હતો, થોડા “રાગ', થોડી “આશા” મનમાં હજુ બાકી રહી ગયાં હતાં, અને આ “આશા જ મગર બનીને, પેલાની બોચી પકડે છે, તેને વેગપૂર્વક પાછો ખેંચે છે અને સામે કાંઠે (જ્યાં મોક્ષ છે ત્યાં) તે પહોંચે તે પહેલાં જ, અધવચે જ, તેને ડૂબાડી દે છે !
આમ તો, આ એક રૂપક'ની આલંકારિક પરિભાષા છે. સાદી ભાષામાં કહીએ તો, સો-ટકા સાચા વૈરાગ્ય વગર, મોક્ષપ્રાપ્તિ અશક્ય બને છે.
હૃદય “ભગવું' બન્યા વિના “ભગવાં વસ્ત્રો ધારણ કરનારા, સંસારમાં પાછા આવનાર “સંન્યાસીઓ” આ શ્લોકના તાત્પર્યાર્થનાં ઉદાહરણરૂપ છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૮૧)
૮૨ विषयाख्यग्रहो येन सुविरक्त्यसिना हतः ।
स गच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवर्जितः ॥ ८२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
| વિષયાખ્યગ્રહો યેન સુવિરજ્યસિના હતઃ |
સ ગચ્છતિ ભવાંભોધઃ પારં પ્રચૂડવર્જિતઃ ૮૨ | શ્લોકનો ગદ્ય અન્વય – સુ-વિરજીિ-સિના એન (મોક્ષfથના) વિષયआख्यग्रहः हतः, स (एव) प्रत्यूहवर्जितः (सन्) भवाम्भोधेः पारं गच्छति ॥ ८२ ॥
શબ્દાર્થ – શ્લોકનું મુખ્ય વાક્ય છે : : (વ) નવ-૩ષ્ણોધે પાર છત ! તે એક જ મુમુક્ષ) ભવસાગર તરી જાય, તેની સામે પાર પહોંચી જાય છે.
વિવેકચૂડામણિ | ૧૬૫