________________
અનેક ઉત્તમ યોનિઓમાં. અધઃ - નીચે, નરક વગેરે અધમ-હલકી-નીચ યોનિઓમાં; કેવી રીતે આ પ્રકારની આવ-જા કર્યા કરે છે ? નવેન નીતા: નવ એટલે વેગ, ઝડપ, Speed; વેગથી, નીતા: ઘસડાતા, મેરાતા, લઈ જવાતા (carried away); કોનાથી-શાનાથી ઘસડાતા ? સ્વ-ર્મ- તેન આ સંસારમાં પોતે જ આચરેલાં કર્મો રૂપી દૂતો વડે (ઘસડાતાં); તેમણે કરેલાં કર્મો જ, આ કામ માટે, આવ-જા માટે, તેમના દૂતો, સંદેશવાહકો (Messengers) બની જાય છે અને તેમને પેલી ઉચ્ચ-નીચ યોનિઓમાં, ઘસડીને, લઈ જાય છે. પરંતુ આવું કેમ બને છે ? શા કારણે બને છે ? તે લોકો મૂઢ છે, મૂર્ખ છે, અજ્ઞાનીઓ (મૂદ્રા: સત્તિ) છે, અને કેદમાં-બંધનમાં ફસાઈ જાય (વદ્ધા:-મત્તિ) છે. કયાં દોરડાંથી તેમને બાંધવામાં આવે છે ? રામ-ટુ-પાશેન. પાશ એટલે, બાંધવા માટેનું જાડુ દોરડું, રાંઢવું; આ ‘દોરડું’ શાનું છે ? કેવું છે ? ળ-આસક્તિ-(Attachment)રૂપી અને તે પણ પાછું ખૂબ મોટું-જાડું અને મજબૂત (ડુ) હોય છે. આવા ૫-૩૩-પાશેન વા તેઓ હોય છે; વળી, આ ‘પાશ' પણ જેવો-તેવો, સાધારણ કક્ષાનો નથી હોતો; તે તો અત્યંત દૃઢ અને સુન્તુમ તોડી ન શકાય તેવો સન્ન, તોડવો મુશ્કેલ હોય છે. પરંતુ તેઓ શામાં, શેમાં બંધાયેલા-ફસાયેલા-જકડાયેલા (બદ્ધા:) હોય છે ? છુ (શવ્વાતિ-) વિષયેષુ - શ્લોક-૭૬માં નિર્દેશ કરવામાં આવેલા, શબ્દસ્પર્શ વગેરે “વિષયો”માં, “વિષય”-વાસનાઓમાં ફસાઈ પડેલા હોય છે. આમ બનવાનું એક જ કારણ છે, અને તે એ કે આ લોકો અજ્ઞાનીઓ, મૂર્ખ હોય છે અને તેઓ પેલા વિષયોના “મોહ”માં સહેલાઈથી ફસાઈ જાય છે, - મૂળ; બની જાય છે. મુદ્દ - મોહમાં પડી જવું, - એ ધાતુનું કર્મણિ ભૂત - કૃદન્તનું રૂપ-મૂદ. (૭૭)
-
-
-
–
ટિપ્પણ :– શ્રીશંકરાચાર્યનો એક સુપ્રસિદ્ધ શ્લોક ટાંકીને, કહેવામાં આવ્યું पुनरपि जननं હતું, તેમ, મનુષ્યો ફરી-ફરીને, આ લોકમાં જન્મે છે અને મરે છે. જન્મ-મરણની, આવન-જાવનની આ ઘટમાળને, એના આ ફેરાને, ચક્રાવાને, આવાગમનને શિષ્યનાં મગજમાં અસરકારક રીતે ઊતારી દેવા માટે, ગુરુજીએ, આ શ્લોકમાં, એક સરસ-સુંદર-સમુચિત-ચિત્રાત્મક (vivid) રૂપક (Metaphor) યોજ્યું છે : પાપ કરનાર કોઈ ગુનેગારને મજબૂત બેડીઓથી બાંધીને, પોલિસ-લોકો કોર્ટમાં કે જેલમાં ઘસડી જતા હોય, એવું એક આબેહૂબ શબ્દચિત્ર ગુરુજીએ અહીં આલેખ્યું છે :
સંસારમાંના આવા લોકો, અજ્ઞાની-મૂર્ખ હોય છે, તેઓ સહેલાઈથી શબ્દસ્પર્શ વગેરે પેલી વિષય-વાસનાના “મોહ”માં પડી જાય છે (મૂ:) અને તેનાં જ (Attachment)રૂપી મજબૂત-મોટાં-જાડાં રાંઢવા (પાશ) વડે, તેની બેડીઓ-સાંકળોમાં તેમને બાંધવામાં આવે છે (વદ્ધા:) અને તેમનાં પોતાનાં જ કર્મો, પોલિસ જેવા દૂતો બનીને સ્વયંનૂતન,- તેમને ઉપર-નીચે (, અધ:) અનેક સારી
૧પ૬ / વિવેકચૂડામણિ