________________
અનુવાદ – આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, - આ પાંચ, મૂળભૂત રૂપે તો (પહેલેથી જ), “સૂમ' ભૂતો હતાં; (પરંતુ) તેમના અંશો પરસ્પરમાં ભળી જવાથી, “સ્કૂલ” (મહાભૂતો) બની જાય છે અને તેઓ સ્કૂલ શરીરનાં કારણ બની રહે છે. (આમ તો) આ પાંચ મહાભૂતો જેમાંથી બને છે તે, સૂક્ષ્મ “ન્માત્રાઓ” જ છે, અને તે ભોક્તા(જીવાત્મા)નાં સુખ માટે (શબ્દ, સ્પર્શ વગેરે) પાંચ વિષયો બને છે. (૭૫-૭૬)
ટિપ્પણ – “સ્કૂલ શરીર”નાં સ્વરૂપનું સવિસ્તર, સ-વીગત નિરૂપણ, - ગુરુજી એમનાં “ભાષ્ય' - સ્વરૂપે અહીં કરે છે. થોડા પારિભાષિક શબ્દોનાં કારણે, આ શ્લોક થોડો અઘરો બની જાય છે.
સૌપ્રથમ હકીકત તો એ કે મનુષ્યનું “સ્કૂલ” શરીર, આકાશ-વાયુ વગેરે પાંચ મહાભૂતોમાંથી સર્જાય છે; એટલે કે આકાશ-વગેરે પાંચ મહાભૂતો, સ્થૂલ શરીરનું કારણ (Cause) છે અને “સ્કૂલ” શરીર એ પાંચ મહાભૂતોનું કાર્ય (Effect) છે.
પરંતુ આ પાંચ મહાભૂતો, પહેલેથી જ “શૂલ' હોતાં, “સૂક્ષ્મ' ભૂતો હતાં; પણ વેદાન્ત-દર્શનનાં સિદ્ધાંત પ્રમાણે, “પંચીકરણ” - નામની એક ગહન અને તાત્ત્વિક પ્રક્રિયાનાં પરિણામે, એ સૂક્ષ્મ ભૂતોના અંશો પરસ્પરમાં ભળી ગયાં (તાનિ પરસ્પર : નિતિન મૂવા), એટલે મૂળભૂત “સૂક્ષ્મ' એવાં તે પાંચ “સ્કૂલ' ભૂતો બની ગયાં, અને તે સ્થૂલ સ્વરૂપે જ, મનુષ્યનાં સ્થૂલ-શરીરનું કારણ બની ગયાં. મનુષ્યનું “સ્કૂલ” શરીર આ પાંચ મહાભૂતોનું બનેલું કહેવાય છે કે, આ અર્થમાં.
પણ હજુ આપણે, આ પ્રક્રિયામાં, થોડાં વધુ ઊંડા ઊતરીએ : આ પાંચ મહાભૂતો ભલે “ધૂળ’ શરીરનું કારણ હોય, પરંતુ એ પોતે જ, તેમની જ પાંચ સૂક્ષ્મ “સન્માત્રાઓ(શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ)માંથી સર્જાયેલાં છે. અને આ પાંચ તન્માત્રાઓ જ, સ્થૂલ શરીરમાં રહેલા જીવાત્માના સુખોપભોગ માટે, પાંચ વિષયો' (વિષયવાસનાઓ) બની જાય છે, જેના દ્વારા, જેનાં માધ્યમથી, જીવાત્મા, અનુક્રમે, સાંભળવું-સ્પર્શવું જોવું સ્વાદ લેવો-સુંઘવું વગેરે ઉપભોગો અનુક્રમે પાચ જ્ઞાનેન્દ્રિયો (કાન, ત્વચા, આંખ, જીભ અને નાક) દ્વારા પામે છે.
આ સમગ્ર પ્રક્રિયાને, નીચેના કોઠા (Table) વડે, આમ, સરળ કરી શકાય :પાંચ સૂમ | પાંચ સ્થૂલ | એમાંથી સર્જાયેલા | ભોક્તા જીવાત્માના તન્માત્રાઓ | મહાભૂતોઃ | સ્કૂલ શરીરની પાંચ ઉપભોગો-વિષયોઃ
પાંચ જ્ઞાનેન્દ્રિયોઃ શબ્દ | આકાશ | કાન
શ્રવણ (સાંભળવું) સ્પર્શ | વાયુ | ત્વચા
સ્પર્શન (સ્પર્શવું, અડકવું અગ્નિ આખ
દર્શન જોવું) જલ
જીભ (રસના) આસ્વાદ ચાખવું) ગંધ
નાક
પ્રાણ (સુંઘવું). ૧૫૪ | વિવેકચૂડામણિ
ર
| પૃથ્વી