________________
શ્લોકનો ગદ્ય અન્વય :– અનિત્યવસ્તુપુ અત્યન્ત વૈરાયં, મોક્ષસ્ય પ્રથમ: હેતુ: निगद्यते । ततः शमः दमः तितिक्षा च प्रसक्तकर्मणां भृशं न्यासः अपि (च एतानि નિધત્તે) || ૭૬ ॥
શબ્દાર્થ ઃ- મોક્ષસ્ય પ્રથમ: હેતુ: નિદ્યતે મોક્ષનાં પ્રથમ કારણ તરીકે ગણવામાં કહેવામાં આવે છે; કોને ? અનિત્યવસ્તુપુ અત્યતં વૈરાગ્યું અનિત્ય વસ્તુઓ પ્રત્યે અત્યંત-ઊંડો-અતિદૃઢ વૈરાગ્ય. આ જો પહેલું કારણ હોય તો, ત્યારપછી બીજાં કેટલાં અને ક્યાં કારણો ? - જે, મોક્ષ માટે જરૂરી છે ? આ સવાલના જવાબ તરીકે આ ચારનો નિર્દેશ કરવામાં આવ્યો છે : (૧) શમ: - શમ; (૨) મ: -દમ; (૩) તિતિક્ષા; અને (૪) પ્રસત્ત-વિત-ર્મનાં નૃશં ન્યાસઃ પિ न्यासः એટલે ત્યાગ. કેવો ‘ત્યાગ' ? નૃશં - સદંતર, સંપૂર્ણ, પૂરેપૂરો; શાનો ‘ત્યાગ' ? અવિનર્મળાં સમગ્ર, સર્વ, બધાં કર્મોનો, ક્રિયાઓનો, પ્રવૃત્તિઓનો; કેવાં કર્મોનો ‘ત્યાગ’ ? મનમાં આસક્તિ (Attachment) ઉપજાવે તેવાં, મોહ-મમતા ઉપજાવનારાં - (પ્રસō). આમ, ચોથું(૪) કારણ એટલે, મુમુક્ષુજનોનાં મનમાં મોહ-મમત્વ-આસક્તિ ઉપજાવે તેવાં સર્વ કર્મોનો સદંતર ત્યાગ. (૭૧)
च
અનુવાદ :– અનિત્ય વસ્તુઓમાં અતિદૃઢ વૈરાગ્ય, મોક્ષનું પ્રથમ કારણ કહેવાય છે; અને પછી, ‘શમ’, ‘દમ’, ‘તિતિક્ષા' અને (મનમાં) આસક્તિ ઉપજાવે તેવાં બધાં જ કર્મોનો ત્યાગ (મોક્ષનાં કારણો તરીકે ગણાવાય છે). (૭૧)
=
-
ટિપ્પણ :– પ્રસ્તુત શિષ્ય એક સંનિષ્ઠ મુમુક્ષુ છે, એટલે ગુરુજીએ, અહીં, પોતાનાં ‘ભાષ્ય’માં, ઔચિત્યપૂર્વક, મોક્ષનાં કારણો, શિષ્ય સમક્ષ, એ કારણોનું મહત્ત્વ (Importance) નજર સમક્ષ રાખીને, એક પછી એક, ક્રમબદ્ધ રીતે, આ પ્રમાણે મૂકી દીધાં : સૌપ્રથમ મહત્ત્વનું અને મોખરાનું કારણ-સાધન છે, - સંસારની સર્વ અનિત્ય વસ્તુઓમાં, આત્યંતિક વૈરાગ્ય; આ એક મુખ્ય સાધન સંપન્ન કર્યા પછી, બાકીનાં કારણો તો, આપમેળે જ, સંપન્ન થતાં રહેશે : શમ' એટલે મનોનિગ્રહ, મનનું નિયંત્રણ અને એનાં પરિણામે સધાતી મન:શાંતિ; ‘દમ’ એટલે ઇન્દ્રિય-નિગ્રહ. આંખ-કાન-નાક-જીભ અને ત્વચા(ચામડી), - એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને હાથ-પગ-ગુદા-જનનેન્દ્રિય અને વાણી, એ પાંચ કર્મેન્દ્રિયો છે; આ દશેય ઇન્દ્રિયો ‘બાહ્ય’ છે, શરીર સાથે સંકળાયેલી છે, જ્યારે અગિયારમી, ઇન્દ્રિય ‘મન’, - એ ‘અંદર’ હોવાથી, એને ‘આન્તર’ ઇન્દ્રિય અથવા ‘અન્તઃકરણ' કહેવામાં આવે છે; ટૂંકમાં, ‘શમ'(મનોનિગ્રહ)ને સંપન્ન કર્યા પછી, ‘દમ’(ઇન્દ્રિયનિગ્રહ)ને સંપન્ન કરવામાં ઝાઝી મુશ્કેલી પડતી નથી; અને ‘શમ’-દમ’ને પગલે પગલે જ ‘તિતિક્ષા’ (સહિષ્ણુતા, સહનશક્તિ) પણ સિદ્ધ થઈ જાય; અને ‘શમ’-‘દમ’‘તિતિક્ષા', - એ ત્રણનો, સાધકનાં ચિત્ત પર, પ્રભાવ જ એવો પડે કે આસક્તિ ૧૪૬ ! વિવેકચૂડામણિ