________________
सूत्रार्थो वर्ण्यते यत्र पदैः सूत्रानुसारिभिः । स्वपदानि च वर्ण्यन्ते भाष्यं भाष्यविदो विदुः ॥
(“ભાષ્યના જાણકારો ‘ભાષ્ય’ એવાં લખાણને કહે છે, જેમાં ‘સૂત્ર’ના અર્થને, સૂત્રને અનુસરતા શબ્દો વડે સમજાવવામાં આવે, અને ભાષ્યકારના પોતાના એ શબ્દોને પણ સમજાવવામાં આવ્યાં હોય.”)
અહી ગુરુએ, શિષ્યે પૂછેલા પ્રશ્નને (હકીકતમાં, શ્લોક-૫૧માંના, એક નહીં પણ સાત પ્રશ્નોને) સૂત્રપ્રાયઃ કહ્યો છે, એનું કારણ એ છે કે એ ગહન-ગંભીરસૂક્ષ્મ અર્થોથી સભર છે; વળી, તેઓશ્રી પોતે જ ઊમેરે છે તેમ, તે નિમૂઢાર્થ (ગૂઢ અને અત્યંત રહસ્યમય અર્થવાળો) છે. અને શિષ્યનો પ્રશ્ન ખરેખર, ‘સૂત્રપ્રાય’ (સૂત્ર જેવો) છે, એની સત્યતા એમાં, એ હકીકતમાં, રહેલી છે કે, એ પ્રશ્નને પૂરેપૂરો સમજાવવા માટે, ત્યારપછી અત્યાર સુધી ૧૮ શ્લોકો(૫૨ થી ૬૯) ગુરુજીએ પ્રયોજવા પડ્યા અને હજુ પણ એમનું આ શ્લોક-સ્વરૂપનું ‘ભાષ્ય’, અનેક શ્લોકો સુધી ચાલુ રહેવાનું છે ! - ભલે, ગુરુજીએ ‘ભાષ્ય' શબ્દ ક્યાંય પ્રયોજ્યો નથી !
શિષ્યનો પ્રશ્ન, આમ, સાચે જ, ‘સૂત્ર' જેવો છે, અને એટલે જ ગુરુજી યોગ્ય જ કહે છે કે ‘મુમુક્ષુઓએ તેને બરાબર જાણી-સમજી લેવો જોઈએ’ મુમુક્ષુમિ: ત્ર જ્ઞતવ્ય: । (૬૯)
અનુવાદ :– જે પ્રશ્ન તેં હમણાં પૂછ્યો, તે ઉત્તમ છે, શાસ્ત્રવેત્તાઓને તે માન્ય છે, તે સૂત્ર જેવો, ગૂઢ-અર્થવાળો છે, અને (તેથી જ) મુમુક્ષુજનોએ તેને બરાબર જાણી-સમજી લેવો જોઈએ. (૬૯)
*
ટિપ્પણ :– આમ તો, શ્લોક સહેલો છે અને એમાંના પારિભાષિક શબ્દ ‘સૂત્ર'ને, મૂળભૂત વેદાન્ત-દર્શનના સંદર્ભમાં અને “સૂત્ર”-“ભાષ્ય”-શૈલીનાં નિરૂપણના સંદર્ભમાં, ‘શબ્દાર્થ’-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં આવ્યો છે. मुमुक्षुभिः ज्ञातव्यः એમ કહેવાનો ગુરુજીનો આશય એ છે કે “હે વત્સ ! તારા આ સૂત્રાત્મક પ્રશ્ન-પ્રશ્નોને હું હવે “ભાષ્ય” જેવા સરળ શ્લોકો વડે સવિસ્તર સમજાવું છું, તેને ગ્રહણ-આત્મસાત્ કરવા તું તૈયાર અને તત્પર થઈ જા.” અને હવે પછી ગુરુજીનું આ ‘ભાષ્ય' શરૂ થાય છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૬૯)
૭૦
शृणुष्वावहितो विद्वन् यन्मया समुदीर्यते ।
तदेतच्छ्रवणात् सद्यो भवबन्धाद् विमोक्ष्यसे ॥ ७० ॥
-
શ્લોકનો ગુજરાતી પાઠ :
શુભ્રુષ્નાવહિતો વિદ્વન્ યન્મયા સમુદીર્યતે ।
તદેતળૂવણાત્ સદ્યો ભવબન્ધાદ્ વિમોક્ષસે ॥ ૭૦ ||
૧૪૪ / વિવેકચૂડામણિ