________________
(૧) વરીયાળુ - ઉત્તમ, શ્રેષ્ઠ ગુરુ એટલે પહોળું-મોટું-મહત્વનું, – એ વિશેષણનું અધિકતાદર્શક(Comparative)રૂપ, - વરીયનું પુંલિંગ પ્રથમા એકવચન રૂપ - વરીયાન - વધારે મોટો; પણ અહીં એનો અર્થ શ્રેષ્ઠતાદર્શક (superlative – વરિષ્ઠ તરીકે) લેવાનો છે : “સર્વોત્તમ.'
(૨) શસ્ત્રવિભૂતિઃ - “શાસ્ત્રવિદ્ એટલે શાસ્ત્રો જાણનારાઓ, શાસ્ત્રજ્ઞો; શાસ્ત્રવિધિ: મત: - શાસ્ત્રજ્ઞોએ માન્ય કરેલો, સ્વીકારેલો, એમના વડે સમર્થનઅનુમોદન પામેલ, અપનાવાયેલો;
(૩) મૂત્રપ્રાય: - સૂત્ર જેવો.
સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં એક તબક્કો એવો આવ્યો, જ્યારે કોઈ પણ પ્રશ્નની ચર્ચામાં અતિ વિસ્તાર કરવામાં આવતો, બહુ લંબાણ કરવામાં આવતું, પાનાંનાં પાનાં ભરાય એટલું પ્રતિપાદન કરવામાં આવતું. પરંતુ ત્યારપછી, તરત જ, વિદ્વાનોને, ખાસ તો, શબ્દશાસ્ત્રીઓને ભાષાશાસ્ત્રીઓને, નિરૂપણની આ પદ્ધતિ ખેંચી અને તેમણે શબ્દોને-વાક્યોને બિનજરૂરી રીતે વેડફવાને બદલે, કરકસર(Economy of words)નાં હિતમાં, સંક્ષેપમાં, ઓછામાં ઓછા (Minimum) શબ્દો પ્રયોજીને, પ્રતિપાદન કરવાનો આગ્રહ સેવ્યો, જેનાં પરિણામે, સાહિત્યઇતિહાસમાં, “સૂત્ર”-યુગ, એવો એક તબક્કો શરૂ થયો : “સૂત્ર” એટલે ઓછામાં ઓછા શબ્દોમાં, અક્ષરોમાં, વધુમાં વધુ (Maximum) અર્થ અભિવ્યક્ત કરતું ગદ્યવાક્ય (Aphorism) –
स्वल्पाक्षरं असंदिग्धं सारवद् विश्वतोमुखम् ।
अस्तोभं अनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥ (“સૂત્રના જાણકારો “સૂત્ર' તેને કહે છે, જેમાં ઓછામાં ઓછા અક્ષરો હોય, જે અસંદિગ્ધ એટલે કે સ્પષ્ટ-વિશદ હોય, સાર-વાળું હોય, સર્વત્ર લાગુ પડી શકે તેવું, અડચણ-વિનાનું અને દોષ-વિનાનું હોય.”).
આપણે ત્યાં ત્યારપછી, “દર્શન” યુગ, એટલે કે “સાંખ્ય', “યોગ', - વગેરે છ દર્શનો(Six systems of Philosophy)નો યુગ શરુ થયો અને એ સર્વનાં સિદ્ધાન્તો આ સુત્ર-શૈલીમાં નિરૂપિત કરવામાં આવ્યા : દા.ત. બાદરાયણે “વેદાન્ત'દર્શનના સિદ્ધાન્તોનું નિરૂપણ વાસૂત્ર - ગ્રંથમાં કર્યું, જેમાં સમગ્ર પ્રતિપાદન ઉપર્યુક્ત “સૂત્ર” શૈલીમાં કર્યું. પરંતુ આ સાથે જ, એક બીજી મુશ્કેલી ઊભી થઈ : અર્થના ભારથી ભરેલાં આવાં અઘરાં સૂત્રોને સામાન્ય વાચક સમજે કેવી રીતે ? અને આ મુશ્કેલીના નિવારણ માટે, દરેક સૂત્રને સવિસ્તર સરળ રીતે સમજાવવાનો યુગ શરૂ થયો. આવી સમજાવટ(Explanation)ને “ભાષ્ય” (commentary) એવું નામ આવામાં આવ્યું. દા.ત. બ્રહ્મસૂત્ર પરનાં શ્રીશંકરાચાર્યનાં “ભાષ્યને “શાંકરભાષ્ય” - એવું નામ આપવામાં આવ્યું. આ ભાષ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે.
વિવેકચૂડામણિ | ૧૪૩