________________
૬૩ अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना । किमु वेदैश्च शास्त्रैश्च किमु मन्त्रैः किमौषधैः ॥ ६३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
અજ્ઞાનસર્પદષ્ટસ્ય બ્રહ્મજ્ઞાનૌષધ વિના કિમ વેટેક્ષ શાસ્ત્રશ્ચ કિમ મંત્રઃ કિમૌષધઃ | ૬૩ /
શ્લોકનો ગદ્ય અન્વય – અજ્ઞાનસર્ષદ્રષ્ટી (ગન) વીજ્ઞાનૌષધ વિના, વિનું વૈ? વિમું શારઐ? મુિ મનૈ? મુિ (સૌ.) ગૌષધ: ? || દુરૂ II
શબ્દાર્થ – જ્ઞાનસણી (ની) - જેને અજ્ઞાનરૂપી સાપ કરડ્ય હોય, ડસ્યો હોય તેને, તેવા માણસને, તેના માટે; વિજ્ઞાન-ગૌવધ વિના - બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ-દવા વગર, તેના વિના, તેના સિવાય; fમું - એટલે વિ ૩, શું ખપનું? શું કામનું? મુિ વૈવૈદ ર શાસ્ત્ર ૨ ? - વેદો અને શાસ્ત્રોથી શું વળે? વિમું મનૈ ? – મંત્રોનો શો ઉપયોગ? વિમું (:) ગૌષધ: ? બીજાં ફાલતુ-પરચુરણ ઓસડો શા ઉપાયનાં ? (૬૩).
અનુવાદ – અજ્ઞાનરૂપી(ઝેરી) સાપ જેને ડસ્યો હોય, તેના માટે, બ્રહ્મજ્ઞાનરૂપી (એકમાત્ર) ઔષધ સિવાય, વેદોથી શું વળે ? શાસ્ત્રો શાં કામનો ? મંત્રોનો શો ઉપયોગ ? અને (બીજાં સામાન્ય) ઔષધો શાં ખપનાં ? (૬૩)
ટિપ્પણ – રોગ, રોગી, દવા અને રોગમુક્તિ (Recovery)- એ રૂપકને પ્રયોજીને, આચાર્યશ્રી અહીં બ્રહ્મજ્ઞાનની સર્વશ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરે છે : કોઈ માણસ માંદો પડે ત્યારે, એનાં સ્વજનો એને કોઈક કુશળ(Exper) વૈદ્ય પાસે લઈ જાય છે. સૌપ્રથમ તો, વૈદ્ય, એનાં શરીરની સર્વાગીણ તપાસ કરીને એના રોગ(Disease)નું નિદાન(Diagnosis) કરે છે અને પછી તે રોગનાં નિવારણ માટે, કોઈક અક્સીર દવા (Medicine)ની ભલામણ (Prescription) કરે છે. વૈદ્ય લખી આપેલી દવા તો, વૈદ્યની દૃષ્ટિએ, સર્વશ્રેષ્ઠ, એકમાત્ર, અકસીર અને અમોઘ છે, અને દર્દીએ રોગમુક્ત થવું હોય, સાજા (Recover) થવું હોય તો, તેણે તે એક જ દવાનું સેવન કરવું જોઈએ, પરંતુ જો પેલો દર્દી, વૈદ્ય સૂચવેલી દવા સિવાયની અન્ય અરચુરણ-પરચુરણ દવાઓનું જ સેવન કર્યા કરે, તો શું-કેવું પરિણામ આવે ? આ સવાલનો જવાબ સહુ જાણે છે.
અહીં એક મુમુક્ષુ-જનને અજ્ઞાનરૂપી ઝેરી સાપ કરડ્યો છે, તે ઝેર એનાં શરીરનાં અંગે અંગમાં વ્યાપી ચૂક્યું છે; આવા દર્દીને આવું ઝેર-ઉતારનાર કોઈક સમર્થ વૈદ્ય(સદ્ગુર) પાસે લઈ જવામાં આવ્યો, વૈધે એનું સચોટ નિદાન કરીને એકમાત્ર બ્રહ્મજ્ઞાન રૂપી અક્સીર ઔષધ (Antidote) લખી આપ્યું, પરંતુ પેલા દર્દીએ,
૧૩૪ | વિવેકચૂડામણિ