________________
આ તત્ત્વ તો, જે જાણતો હોય તે જ જણાવી શકે ને ! તત્ત્વજ્ઞ એટલે તત્ત્વ જ્ઞાનાતિ યઃ, સઃ । જે પેલાં તત્ત્વને જાણે છે તે, - તત્ત્વજ્ઞાની; કેવી રીતે જાણી લેવું ? પ્રયજ્ઞાત્ - પ્રયત્નર્વક. આવું તત્ત્વ કાંઈ સામાન્ય કે સહેલું થોડું છે ? એ તો ઘણી મહેનત માગી લે તેવું છે, જાણવું બહુ અઘરું છે, એટલે એના માટે સતત પ્રયત્નો ચાલુ જ રાખવા પડે. (૬૨)
અનુવાદ :– શબ્દજાળ તો ચિત્તને ભમાવી દે તેવું એક મોટું જંગલ છે; (અને) આથી (સાકે) તત્ત્વજ્ઞાની પાસેથી આત્માનું તાત્ત્વિક સ્વરૂપ પ્રયત્નપૂર્વક જાણી લેવું જોઈએ. (૬૨)
ટિપ્પણ :મુમુક્ષુને આચાર્યશ્રીએ અહીં એક સમુચિત ચેતવણી(Warning) આપી છે : આ પહેલાંના શ્લોકમાં જેમ શાસ્ત્રાધ્યયનનાં મહિમા અને મર્યાદા દર્શાવ્યાં હતાં તેમ, અહીં, આ શ્લોકમાં શબ્દનાં મહિમા અને મર્યાદા દર્શાવવામાં આવ્યાં છે. શબ્દનો મહિમા એ હકીકતમાં રહેલો છે કે સાધકે જે કંઈ જાણવાનું હોય છે (જ્ઞાતવ્યું), તેનું એકમાત્ર માધ્યમ(Medium) શબ્દ છે. શબ્દનાં માધ્યમમાં થઈને જ, એના દ્વારા જ, જ્ઞાન મેળવી શકાય, એટલે શબ્દ વિના તો ચાલે જ કેમ ? ઠંડી નામના એક સાહિત્યવિવેચકે શબ્દનો મહિમા આ પ્રમાણે દર્શાવ્યો છે इदं अन्धं तमः कृत्स्नं जायेत भुवनत्रयम् ।
વિ શબ્દાર્થ જ્યોતિઃ સંસાર ન નીખતે ।। (કાવ્યાદર્શ” ૧, ૪) (“શબ્દ-નામનો પ્રકાશ જો સંસાર-ભરમાં ન ઝળહળતો હોત તો, આ સમગ્ર ત્રિભુવનમાં ઘોર અંધકાર વ્યાપી રહેત !”)
ખરેખર, શબ્દ એ એક અજોડ અને અનિવાર્ય પ્રકાશ છે. એના વિના તો જ્ઞાનમાર્ગ સૂઝે જ નહીં, દેખાય જ નહીં, એ માર્ગની યાત્રા જ બંધ રાખવી પડે ! પરંતુ સાવધાન ! જરૂર હોય તેટલા જ, ઓછામાં ઓછા(Minimum) શબ્દોને ઉપયોગમાં લો. અનેક શબ્દોના બિન-જરૂરી ઠઠારામાં ન પડો. એ ઠઠારો પોતે જ એક જાળ(નાતં) બની જશે, તમને એમાં ગૂંચવી-ફસાવી દેશે, અને તમારી સામે, ભૂલભૂલામણીથી ભરેલું, ચિત્તને ભટકાવનારું (પિત્તપ્રમળારળ) એક ભયંકર જંગલ (મહા-અરણ્યું) જ ઊભું કરી દેશે !
ઉપનિષદોએ પણ આવી જ ચેતવણી આપી છે :
नानुध्यायेद् बहून् शब्दान् वाचो विग्लापनं हि तत् । (“ઝાઝા શબ્દોની માથાકૂટ કદી ન કરવી : એમ કરવાથી તો વાણીને થકવી નાખવા સિવાય બીજું કશું જ પરિણામ નહીં આવે !”)
સંસ્કૃત સાહિત્ય-વિવેચકોએ, આથી જ, ઓછામાં ઓછા શબ્દો દ્વારા, વધુમાં વધુ (Maximum) અર્થ વ્યક્ત કરવાના ‘કાવ્ય-ગુણ' માટે ‘લાઘવ’(Precision) શબ્દ પ્રયોજ્યો છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૬૨) વિવેકચૂડામણિ / ૧૩૩