________________
હકીકતમાં, અહીં શાસ્ત્ર-અધ્યયનનાં મહિમા અને મર્યાદા, - બંનેનું સ્પષ્ટ આલેખન કરવામાં આવ્યું છે : શાસ્ત્ર-અધ્યયનનો મહિમા કેટલો ? પરમતત્ત્વનાં જ્ઞાનરૂપી મૂળ સાધ્ય સુધી સાધકને લઈ જાય તેટલો જ; અને તેની મર્યાદા પણ આ જ કે પરમ-તત્ત્વનાં જ્ઞાનરૂપી સાધ્યને પૂરેપૂરું પામી. લીધા પછી, એ જ શાસ્ત્રઅધ્યયન સાવ નકામું ! “કેમ ? તો કે, તેનું ગજું માત્ર આટલું જ હતું ! સાધ્યસિદ્ધિ પછી પણ સાધકનાં મનમાં શાસ્ત્ર-અધ્યયન અસ્તિત્વ ધરાવતું હોય તો પણ તે તો એક નિરર્થક બોજરૂપ જ છેને ! એ તો પેલી પરમસાણની સિદ્ધિ માટેનું માત્ર એક સાધન જ હતું : સાધક, સાધ્યને મેળવી લે, ત્યારપછી સાધન એની પાસે રહે તો ય શું અને ન રહે તો ય શું ?
આકાશમાંનો ચંદ્ર દેખાતો ન્હોતો, બતાવનારે પેલાને કહ્યું : “જો, પેલા વૃક્ષની શાખા(ડાળી)ની સાવ નજીક ચંદ્ર છે !” પેલાને શાખા(ડાળી)દેખાતી હતી, શાખા જોઈ, શાખાની પાસે જ રહેલો ચંદ્ર પણ દેખાઈ ગયો, પછી શાખાની જરૂર શી ? શાખાને જોયા કરવાનો શો અર્થ? કશો જ નહીં, સાવ નિરર્થક ! સંસ્કૃત સાહિત્યમાં આવી ઘટનાને “શાખા-ચંદ્ર-ન્યાય” (Maxim) કહેવામાં આવે છે : પરમતત્ત્વજ્ઞાન એટલે ચંદ્ર અને શાસ્ત્ર-અધ્યયન એટલે શાખા ! અઘરી વાતને સહેલી બનાવી શકે, એ જ આદર્શ અધ્યાપક અને આચાર્ય !
શ્લોકનો છંદ અનુપુપ (૬૧)
૬૨
शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् । ।
अतः प्रयत्नाज्ज्ञातव्यं तत्त्वज्ञात्तत्त्वमात्मनः ॥ ६२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
શબ્દજાલ મહારણ્ય ચિત્તભ્રમણકારણમ્ |
અતઃ પ્રયત્નાજ્ઞાતવ્ય તત્ત્વજ્ઞાત્તત્ત્વમાત્મનઃ || ૬૨ // શ્લોકનો ગદ્ય અન્વય :- શબ્દના વિરપ્રમાણે મહારર્થ(પ્તિ), અતઃ तत्त्वज्ञात् आत्मनः तत्त्वं प्रयत्नात् ज्ञातव्यम् ॥ ६२ ॥ | શબ્દાર્થ – શબ્દગાનં - શબ્દોની જાળ, શબ્દોનો સમૂહ, ઝાઝા શબ્દનો ઠઠાર; મહીં-મરણે – “શબ્દજાળ' એ એક મોટું જંગલ છે(તિ), વન છે; આ “મહા-અરણ્ય” કેવું છે? – વિરમગાર – ચિત્તને ભમાવવામાં, ભટકાવવામાં, રખડપટ્ટી કરાવવામાં કારણરૂપ; તો પછી સાધકે શું કરવું? એનો જવાબ શ્લોકની બીજી લીંટીમાં અપાયો છે : મત: - આથી, આ કારણે; માત્મનઃ તત્ત્વ જ્ઞાતવ્ય | - જ્ઞાતચું એટલે જાણી લેવું જોઈએ, જાણી લેવું ઘટે. શું જાણી લેવાની જરૂર છે ? – માત્મનઃ તત્ત્વ - આત્માનું તત્ત્વ; આત્માનું મૂળભૂત વાસ્તવિક તત્ત્વસ્વરૂપ. આ તત્ત્વ કોની પાસેથી જાણી લેવાનું? - dવજ્ઞાન્ - તત્ત્વજ્ઞ પાસેથી.
૧૩૨ / વિવેચૂડામણિ