________________
“અયોધ્યાનાં લોકો સુખી હતાં (નના: સુશ્ર્વિન આસન્ 1)”. ‘પરંતુ ક્યારે ?' તો કે “અયોધ્યામાં દશરથ રાજા રાજ્ય કરતા હતા, ત્યારે”, (નૃપે દશરથે અયોધ્યાયાં શાસત્તિ સતિ 1). આ છેલ્લાં વાક્યમાં પે, દશરથે, શાસત્તિ, - એ ત્રણેય શબ્દો સપ્તમી-વિભક્તિ એકવચનનાં રૂપો છે. આવી શાસ્ત્રીય બાબતોમાં સામાન્ય વાચકોને રસ ન હોય, એ સ્વાભાવિક છે, તે છતાં કોઈક સંસ્કારી જિજ્ઞાસુ વાચક આવી બાબતને પણ માણી (enjoy-appreciate કરી) શકે, તે માટે અહીં આટલું રોકાવું યોગ્ય અને જરૂરી જણાયું છે.
હવે આપણે શ્લોકના પ્રસ્તુત સંદર્ભમાં પાછા આવીએ : પરમ તત્ત્વ ન સમજાયું હોય તેવી પરિસ્થિતિમાં શું બને ? કેવું પરિણામ આવે ? શાસ્ત્રાધીતિ: એટલે શાસ્ત્રોનું (મીતિ:) અધ્યયન, ભણતર, શાસ્ત્રોનો અભ્યાસ; નિતા (મતિ) નિષ્ફળ, ફળ ન આપનારું, નિરર્થક, નિષ્પ્રયોજન, નકામું (બની જાય છે, નીવડે છે). અર્થ સ્પષ્ટ છે ઃ પરમ તત્ત્વનાં જ્ઞાનનાં અભાવે, એની ગેરહાજરીમાં, એ ન હોય તો, એટલી આધ્યાત્મિક પૂર્વશરત પરિપૂર્ણ ન કરવામાં આવી હોય ત્યાં સુધી, શાસ્ત્રોનું ગમે તેટલું ઊંડું અને વ્યાપક ભણતર પણ, મોક્ષના સાધક માટે, તદન નકામું બની જાય ! માત્ર નિરુપયોગી બોજ જ બની રહે ! ટૂંકમાં, આ પહેલાં કહેવાઈ ગયું છે તેમ, ઇશ્વર-સાક્ષાત્કાર અને મોક્ષપ્રાપ્તિનાં અનુસંધાનમાં, વિદ્વત્તા, બહુશ્રુતતા(Well-readness)નો કશો જ મહિમા નથી.
એવી જ રીતે, પરે તત્ત્વ વિજ્ઞાતે અપિ - પરમ તત્ત્વ પૂરેપૂરું સમજાઈ ગયું હોય તો, ત્યારે, તેવી પરિસ્થિતિમાં પણ, શાસ્ત્રોનું અધ્યયન નિરર્થક જ છે, કારણ કે પછી તો સાધકને એની કશી જરૂર જ રહેતી નથી ! (૬૧)
અનુવાદ :– પરમ તત્ત્વ(બ્રહ્મ)નું જ્ઞાન ન થયું હોય તો, શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ છે; અને તે જ રીતે, પરમ તત્ત્વ(બ્રહ્મ)નું જ્ઞાન થઈ જાય પછી પણ, શાસ્ત્રનું અધ્યયન તો નિષ્ફળ જ છે.
ટિપ્પણ ઃ— આમ તો, શબ્દાર્થ-વિભાગમાં, શ્લોકના વક્તવ્ય માટે જે વીગતો આપી છે અને જે વિસ્તાર કર્યો છે તે જોતાં, હવે વિશેષ કશું કહેવાનું રહેતું નથી. પરંતુ શ્લોકની બંને પંક્તિઓમાં, એ ને એ જ શબ્દોને, ફક્ત થોડા મામૂલી ફેરફાર સાથે, ફરીથી મૂક્યા છે, આચાર્યશ્રીનાં એ કાવ્ય-ચાતુર્યનો આસ્વાદ અંતરમાં જરા ઘૂંટવા જેવો છે : “પરમતત્ત્વનું જ્ઞાન ન હોય તો તો શાસ્ત્ર-અધ્યયન નિષ્ફળ રહે, એ તો જાણે સમજ્યા, પરંતુ પરમતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ, એ જ શાસ્ત્ર-અધ્યયન નિષ્ફળ ? આ તો ભારે વિરોધાભાસ કહેવાય; આવું તે કંઈ હોય ?” એવું, સામાન્ય માણસને અવશ્ય લાગે. પણ આવા વિરોધાભાસનાં હાર્દમાં જ બ્રહ્મ-સાક્ષાત્કાર જેવી આધ્યાત્મિક બાબતનું રહસ્ય રહેલું છે, તેને પૂરેપૂરું પામ્યા વિના, આ સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ તો આ શ્લોકના મર્મને ચૂકી ગયાં જેવું બને !
વિવેકચૂડામણિ / ૧૩૧