________________
ટૂંકમાં, શબ્દના માધ્યમ મારફત મળતું આવું કહેવાતું' (“તથા થત", Socalled) જ્ઞાન, - એટલે તો માત્ર માહિતી (Information) જ! અને એટલે જ, “અમે તો શબદના સોદાગર' ! એમ કહેવામાં ગૌરવ અનુભવનાર, એનાથી થાકી- કંટાળીને, આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીએ આવો આર્તનાદ કર્યો હશે :
મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ !' અને વિશ્વપ્રસિદ્ધ કવિ-નાટ્યકાર શેફસ્પીઅર તો આ શબ્દથી એવા તોબા પોકારી ગયો હતો કે એનાં નાટકના એક પાત્રનાં મુખે તેણે આવા શબ્દો મૂક્યા હતા : “Words, Words, Words !”
એનું ગજું, બહુ બહુ તો, આચાર્યશ્રી ઔચિત્યપૂર્વક કહે છે તેમ, માત્ર પુરુ, ગુરુવે તો કદાપિ નહીં, નહીં, નહીં જ !
શ્લોકનો છંદ : અનુષુપ (૫૯-૬૦)
૬૧ अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ।
विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ॥ ६१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
અવિશાતે પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ઠલા ! | વિજ્ઞાડપિ પરે તત્ત્વ શાસ્ત્રાધીતિસ્તુ નિષ્કલા || ૬૧ ||
શ્લોકનો ગદ્ય અન્વય – વિજ્ઞાને. શાસ્ત્રાર્ધતિ: તુ નિષ્ણતા (પતિ) I (પર્વ અવ) પરે તત્ત્વ વિજ્ઞાને પ, શાત્રાધતિ: તુ નિષ્પકતા (4) મત છે ૬૭ | | શબ્દાર્થ – પરે તત્ત્વ વિજ્ઞાને (સતિ) બ્રહ્મરૂપી પરમતત્ત્વનું જ્ઞાન ન થયું હોય તો, ત્યાં સુધી; પરમબ્રહ્મનું મૂળસ્વરૂપ ન સમજાયું હોય, ન આત્મસાત્ થયું હોય તો, ત્યાં સુધી; સાધકની આધ્યાત્મિક પરિપક્વતા અથવા સજ્જતા, પરમતત્ત્વનાં જ્ઞાન પૂરતી આટલી ઊણી-અધૂરી હોય, તેવી પરિસ્થિતિમાં તો, ત્યાંસુધી, તેવી પરિસ્થિતિમાં શું થાય ?
આ સવાલનો જવાબ શ્લોકની પ્રથમ પંક્તિનાં બીજાં ચરણમાં અપાયો છે, પરંતુ તે પહેલાં આ પ્રથમ ચરણની વાક્યરચનાને, વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ, જરા સમજવા જેવી છે : પ૨ તત્ત્વ અને વિજ્ઞાન - એ ત્રણેય શબ્દોને અહીં સપ્તમીવિભક્તિ એકવચનમાં(ર, તવે, અને વિજ્ઞાત) મૂકવામાં આવ્યા છે. આવી વાક્યરચનાને સંસ્કૃત વ્યાકરણ-શાસ્ત્રમાં, “સતિ સપ્તમી”, - એવું પારિભાષિક નામ આપવામાં આવ્યું છે. શ્લોકની બીજી લીંટીનાં પહેલાં ચરણમાં પણ આવી જ “સતિ સપ્તમી” વાક્યરચના છે. કોઈ પણ ક્રિયાનો સમય દર્શાવવા માટે, આવી વાક્યરચના, સંસ્કૃત કવિઓમાં, ખૂબ પ્રિય અને પ્રચલિત બની રહી હતી : શ્લોકનો
૧૩૦ | વિવેકચૂડામણિ