________________
બીજાને સોંપીને એ દુઃખને ઓછું-હળવું કરી શકાય, એ બધો બોજો બીજાનાં હાથમાં કે માથા પર મૂકીને એમાંથી સાવ મુક્ત પણ થઈ શકાય, “હાશ'-કારો અનુભવી શકાય, પરંતુ મને ભૂખ લાગી, તરસ લાગી, એનાં દુઃખથી તરફડાટ થવા લાગ્યો, મારાં ભૂખ-તરસનાં દુ:ખનાં નિવારણ માટે, જો કોઈ સ્વજન આવીને મને કહે કે- “ચિંતા કર મા, હું હમણાં જ ખાવા બેસું છું, અને પાણી પણ પીઉં છું, બસ ! નિરાંત કર !” તો મારાં ભૂખ-તરસ મટે ખરાં ? પ્રશ્નના ઉત્તરની જરૂર નથી. એ માટે તો મારે પોતે જ ખાવું-પીવું રહ્યું ! અંગ્રેજીમાં આને લગતી એક સરસ કહેવત છે : તરસ્યા ઘોડાને તમે તળાવના કાંઠે લઈ જઈ શકો, પણ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે !
ગુરુજીએ તરત જ ગળે ઊતરી જાય એવું ઉદાહરણ આપ્યું છે. સંસારતાપનું દુઃખ મારું પોતાનું છે, એ મને જ મુંઝવી રહ્યું છે, મારું આ દુઃખ બીજા કોઈને ‘ટ્રાન્ફર કેવી રીતે કરી શકાય ? શાસ્ત્રોમાં સૂચવાયેલાં, આ દુઃખનાં નિવારણ માટેના ઉપાયો, “બહિરંગ” અને “અંતરંગ સાધનો આત્મસાત કરીને, મારે જ એનું નિવારણ કરવાનું રહ્યું. આ સાધનોનાં પરિણામે, જેવો બોજો દૂર થયો કે તરત જ, હું હળવો-ફૂલ થઈ ગયો ! અને મોક્ષના પંથે પળવાની અનુકૂળતા મળી ગઈ !
ટૂંકમાં, મુમુક્ષુ સમક્ષ સ્વ-પ્રયત્ન વિના બીજો કોઈ વિકલ્પ નથી, એ વાત પર ભાર મૂકીને, ગુરુજી શિષ્યને આ માટે તૈયાર રહેવા તૈયાર કરે છે !
શ્લોકનો છંદ : અનુષુપ (૫૪)
૫૫
पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा ।
आरोग्यसिद्धिदृष्टास्य नान्यानुष्ठितकर्मणा ॥ ५५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - - -
પથ્થમૌષધસેવા ચ ક્રિયા યેન રોગિણા!
આરોગ્યસિદ્ધિદંષ્ટાસ્ય નાન્યાનુષ્ઠિતકર્મણા | પપ | શ્લોકનો ગદ્ય અન્વય – વેન રશિપ પચ્ચે મૌષધસેવા ૨ જિયતે, મારો સિદ્ધિ મેચ પર્વ છે (થા), અચ-અનુકિત- ળા (ચાર)
શબ્દાર્થ:- યેન શાળા – જે રોગી વડે, જે બિમાર માણસ વડે, પથ્થ માંદા માણસે પાળવાની, આહાર-વિહારની પરેજી, મૌષધસેવા – ઔષધિઓનું સેવન, નિયમિત રીતે, નક્કી કરેલા માપમાં, દવાઓ લેવી તે. જયતે – કરવામાં આવે છે, અમલમાં મૂકવામાં આવે છે, આ સિદ્ધિ ગણ્ય (વ સ્વાત) આરોગ્યનીતંદુરસ્તીની-રોગમુક્તિની સિદ્ધિ સફળતા-પ્રાપ્તિ એને (જ) થાય છે, મળે છે,
વિવેકચૂડામણિ ! ૧૨૩