________________
‘તું આવું પાપ શા માટે કરે છે ?' વાલિયાએ જવાબ આપ્યો કે ‘કુટુંબનાં ભરણપોષણ માટે.’ નારદજીએ તેને સમજાવ્યું કે ‘લોકોને લૂંટવાનું પાપ તો તું કરે છે, તે પાપની સજા ભોગવવા તારાં કુટુંબીજનો તૈયાર છે ? નહીંતર તો તે સજા તારે પોતે જ ભોગવવી પડશે !'
અને તે જ ક્ષણે, વાલિયાનાં મગજમાં ઝળાંહળાં પ્રકાશ પ્રગટ્યો, અને નારદજીના આટલા એક નાનકડા સંત્સંગનાં પરિણામે, વાલિયા-લુંટારામાંથી મહાકવિ બનેલા વાલ્મીકિ પાસેથી વિશ્વને પ્રથમ પંક્તિનું મહાકાવ્ય ‘રામાયણ' સાંપડ્યું ! સંસારનાં બંધનો, એ બંધનનું ઋણ અને એ ઋણમાંથી મુક્તિ : એ સર્વના મહિમા વિશે, આટલું જાણ્યા પછી, હવે કોનાં મનમાં, એ વિશે, કશી શંકા રહી શકે ? શ્લોકનો છંદ : ‘અનુષ્ટુપ’ (૫૩)
૫૪
मस्तकन्यस्तभारादेर्दुःखमन्यैर्निवार्यते ।
क्षुदादिकृतदुःखं तु विना स्वेन न केनचित् ॥ ५४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
મસ્તકન્યસ્તભારાદેદુઃખમવૈર્નિવાર્યત ।
ક્ષુદાદિકૃતદુઃખં તુ વિના સ્ટેન ન કેનચિત્ ॥ ૫૪ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :– મસ્તવન્યસ્તમારાવે: કુ:ä અન્ય; નિવાર્થત । क्षुदादिकृतदुःखं तु स्वेन विना न केनचित् (अन्येन निवार्यते) | ५४ ॥
શબ્દાર્થ ઃ- મસ્ત-ચસ્ત-મારાવે દુઃવું - માથા પર રાખવામાં-મૂકવામાં આવેલા ભાર વગેરેનું દુઃખ, અન્ય: નિવાર્યતે - બીજાંઓ વડે એ દુઃખનું નિવારણ થઈ શકે, બીજાંઓ એ દુઃખને દૂર કરી શકે, ક્ષુ-ગતિ-ત-દુઃä તુ - શુધ્ એટલે ક્ષુધા, ખાવું, ભોજન કરવું, એ શબ્દથી તૃષા, તરસ, પાણી પીવું, વગેરે ક્રિયાઓ સમજવાની રહે છે, પરંતુ આ દુ:ખ તો (અન્યેન) નચિત્ ન નિવાર્યતે । આ દુઃખનું નિવારણ તો, સ્વેન વિના પોતાના વિના, બીજા કોઈથી થઈ શકે જ નહીં, પોતાના વગર બીજાં કોઈ દૂર કરી શકે જ નહીં. (૫૪)
અનુવાદ :— માથા પર મૂકાયેલા ભારનું દુ:ખ બીજાંઓ દૂર કરી શકે છે, પરંતુ ભૂખ(-તરસ) વગેરે દુઃખનું નિવારણ તો, પોતાની જાત સિવાય, બીજું કોઈ ન જ કરી શકે. (૫૪)
ટિપ્પણ ઃશિષ્ય રજુ કરેલા સવાલોનો જવાબ ગુરુજી આપી રહ્યા છે. સાધક વ્યક્તિને સંસારના તાપનું દુઃખ અટકાવી રહ્યું છે, મુંઝવી રહ્યું છે. એનું નિવારણ કરીને એને મોક્ષમાર્ગ તરફ ગતિ કરવી છે. એનું આ દુ:ખ કોણ દૂર કરી શકે ? માથા પર રાખવામાં આવેલો, સામાનનો બોજો અસહ્ય બને તો, એ બોજો
૧૨૨ / વિવેકચૂડામણિ
-