________________
શબ્દાર્થ – પિતુઃ નમો વનવર્તા: પિતાને ઋણમાંથી, દેણાં-દેવાંમાંથી છોડાવનાર, મુક્ત કરનાર, કુતીયઃ (અ) સત – પુત્ર વગેરે (અનેક) હોય છે. વર્ધમોનોસ્ત તું પરંતુ સંસારનાં બંધનમાંથી મુક્તિ અપાવનાર વર્મા અચઃ જીન ન. (સંમતિ) પોતાની જાત સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. (૫૩).
અનુવાદ – પિતાને (તેમણે કરેલાં) ઋણમાંથી મુક્ત કરાવનાર તો પુત્ર વગેરે (બીજા અનેક) હોય છે, (હોઈ શકે છે), પરંતુ સંસારનાં) બંધનમાંથી મુક્તિ અપાવનાર તો પોતાની જાત સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. (૫૩)
ટિપ્પણ – આમ તો, શ્લોક, પ્રમાણમાં, સહેલો જ છે, છતાં એને વધારે સહેલો બનાવીએ : જીવન દરમિયાન, મનુષ્યને સંજોગો પ્રમાણે, ક્યારેક, દેણું કરવું પડે છે, ધન વગેરે કોઈકની પાસેથી ઉધાર (ઉછીના) પણ લેવાં પડે છે. અને એ દેવું પાછું આપ્યા વગર, “ઋણ ચૂક્ત કર્યા વિના, જો તે અવસાન પામે તો, પિતાને આવાં દેણાંમાંથી છોડાવનાર, તેને ઋણ-મુક્ત કરાવનાર તો તેના પુત્રોવારસદારો વગેરે અનેક હોય છે. પરંતુ જો પિતાએ જિંદગી. દરમિયાન પાપ કર્યો હોય તો ? તેનાં પાપકર્મની જવાબદારીમાંથી તેને કોણ છોડાવી શકે ? ભારતીય શાસ્ત્રોનો જવાબ જડબેસલાક છે : કોઈ જ નહીં ! એમાં દીકરાઓ, ધર્મપત્ની, સગાંવહાલાંઓ વગેરે બીજા કોઈ સ્વજનો ઉપયોગી ન બની શકે. પાપાચરણનાં પરિણામે, પિતાનાં લલાટે, સંસાર-બંધનનું જે ઋણ, લખાયું હોય, તેમાંથી તેને અન્ય કોઈ જ (અન્ય સ્થન) મુક્ત કરી શકે નહીં.
પરતું તો પછી ? આ ઋણમુક્તિનો ઉપાય શો ?
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં કર્મનો સિદ્ધાંત સુનિશ્ચિત છે. જીવન દરમિયાન સારાં-નરસાં કર્મ કરનાર મનુષ્ય, જીવન દરમિયાન કે ત્યારપછી (એટલે કે મૃત્યુ પછી), તે તે કર્મનાં સારાં-નરસાં પરિણામો, એટલે કે સુખ કે દુઃખ, - ટૂંકમાં, પોતાનાં કર્મની સજા; પોતે જ ભોગવવાની રહે છે. આ અફર-અટલ“અવશ્યભાવિ પ્રક્રિયાને, જે નામ આપવું હોય તે આપો, - દૈવ, નસીબ, ભાગ્ય, વિધિ, ગતિ, નિયતિ (Destiny) વગેરે, પરંતુ તેમાં ફેરફારને કશો જ અવકાશ નથી. દેણે જેણે કર્યું, એ જ એને ચૂકવે ! આ માટે જ આપણે ત્યાં તળપદું આવું કથન છે કે “કર્યા ભોગવે !” આવાં ઋણમાંથી પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો રહે ! આથી જ ગીતાએ સ્પષ્ટ કહ્યું કે :
લાભનાત્માનમ્ (૬, ૨) . (‘પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો રહે.')
ટૂંકમાં, ગુરુજીએ અહીં સંસાર-બંધન-મુક્તિનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે, એની નીચે લાલ લીટી દોરીને, તેના પ્રત્યે, શિષ્યનું ધ્યાન ખેંચ્યું છે. વાલિયો લુંટારો જંગલમાં બધાંને લૂંટી લેતો હતો. દેવર્ષિ નારદે તેને પૂછ્યું :
વિવેકચૂડામણિ | ૧૨૧