________________
શ્લોકનો ગુજરાતી પાઠ -
ધન્યોડસિ કૃતકૃત્યોહસિ પાવિત તે કુલ ત્વયા.
યદવિદ્યાબશ્વમુક્યા બ્રહ્મીભવિતમિચ્છસિ | પર !
શ્લોકનો ગદ્ય અન્વય:- (ત્વ) ધન્ય તિ, (ર્વ) વૃત: તિ, ત્વયા ते कुलं पावितम्, यद् अविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुं (त्वं) इच्छसि ॥ ५२ ॥ | શબ્દાર્થ – વૈયા તે નં પવિતમ્ | તારા વડે તારું કુલ પવિત્ર થયું છે, તેં તારાં કુળને પવિત્ર કર્યું છે. શાનાં કારણે ? ૫૬ - કારણ કે વં રૂછસિ તું ઇચ્છે છે. શું થવા ? વિદા-વધૂ-મુયા દ્રવિતુમ – અવિદ્યાનાં બંધનમાંથી મુક્તિ મેળવીને બ્રહ્મરૂપ થવા, અજ્ઞાનનાં બંધનમાંથી છુટકારો પ્રાપ્ત કરીને, બ્રહ્મભાવ પામવા.
હકીકતમાં, શિષ્ય બ્રહ્મરૂપ હોતો, હવે એને બ્રહ્મરૂપ થવું છે, બ્રહ્મભાવ પામવો છે. જે “અ-બ્રહ્મ' છે, તેને બ્રહ્મ બનવું છે, તે માટેનું વ્યાકરણનું આ “ટ્વિ' (ત્રિ) રૂપ છે: શ્રેલીમવતુમ. (પર)
અનુવાદ – શ્રીગુરુજી બોલ્યા : 'હે વત્સ !) તું ધન્ય છે, કૃતકૃત્ય છે, તેં તારાં કુળને પવિત્ર કર્યું છે, કારણ કે અવિદ્યાનાં બંધનમાંથી મુક્તિ મેળવીને તું બહ્મરૂપ થવા ઇચ્છે છે. (૧૨)
ટિપ્પણ - શિષ્યના પ્રશ્નો સાંભળીને ગુરુજી પ્રસન્ન થઈ ગયા અને ઉચ્ચ પ્રકારની આવી સાચી સંનિષ્ઠ જિજ્ઞાસા ધરાવવા માટે, તેને હાર્દિક ધન્યવાદ અને અભિનંદન આપવા લાગ્યા.
શિક્ષણશાસ્ત્રનું આ એક પરમ સત્ય છે કે ઊંડી જિજ્ઞાસા ધરાવતો શિષ્ય પામીને ગુરુને ખૂબ આનંદ થાય : અહીં ભલે ગુરુ શિષ્યને “ધન્ય' અને “કૃતકૃત્ય” કહે. હકીકતમાં, તેઓશ્રી પણ આવા શિષ્યની પ્રાપ્તિથી “ધન્ય-કૃતકૃત્ય' થઈ ગયા છે. સંસારમાં જન્મીને, સંસારમાં જ રહીને, સંસારમાં જ રહેવા છતાં, બ્રહ્મભાવ પામવાની ઇચ્છા સેવવી, એ કંઈ નાનીસૂની કે સામાન્ય વાત નથી. બાકી તો, મોટે ભાગે, સંસારના સ્થૂલ અને ભૌતિક ઉપભોગોમાં મનુષ્ય એવો તો ગળાડૂબ પડી જાય છે કે જેણે આવો દુર્લભ, અરે, વિરલ અમૂલ્ય-મનુષ્યદેહ આપ્યો, એ
ભગવાનને જ તે ભૂલી જાય છે. પોતે તો ભગવાનનો પરમ ભક્ત હતો જ, છતાં . મધ્યકાલીન કવિ સૂરદાસે આવા ઉદ્ગારો કાઢીને, પોતાની નમ્રતા, નિખાલસતા અને આંતરિક પારદર્શકતાનો એકરાર કર્યો હતો :
“મો સમ કૌન કુટિલ, ખલ, કામી, જિન તનુ દિયો તાહિ વિસરાયો,
એસો નિમકહરામી ?' પરંતુ આ જ બ્રહ્મ સાથે એક બની જવા જેણે તત્પરતા સેવી, તેનાથી તો,
વિવેકચૂડામણિ / ૧૧૯