________________
ગયો મનાત્મા : ? આ જેને “અનાત્મા' કહેવામાં આવે છે તે કોણ છે? તે શું છે? પરમ: માત્મા : ? પરમાત્મા, ઉચ્ચ આત્મા, પવિત્ર-પાવન આત્મા કોણ છે ? તયો: વિવેક થમ ? આ બંને વચ્ચેનો, આત્મા-અનાત્મા વચ્ચેનો, - વિવેક કેવી રીતે થાય ? પતર્ (મે, ) ઉચ્ચતમ્ આ (બધું મને) કહો. આ (સર્વ મને) સમજાવો. (૫૧)
અનુવાદ – “બંધન' ખરેખર, છે શું? એ કેવી રીતે આવ્યું? કેવી રીતે એ જામી પડ્યું ? એમાંથી છુટકારો કેમ કરીને થાય ? (આ) “અનાત્મા’ વળી) શું છે ? (અ) “પરમ આત્મા' (એટલે) કોણ? તે બંને વચ્ચેનો, (એટલે કે આત્મા અને અનાત્મા વચ્ચેનો) “વિવેક' કઈ રીતે થાય ? આ બધું) મને કહો. (૫૧)
ટિપ્પણ – ગયા શ્લોકમાં શિષ્ય ભલે એક પ્રશ્ન(પ્ર.)નો ઉલ્લેખ કર્યો હતો, પણ ખરેખર તો તેણે અહીં એકસામટા સાત પ્રશ્નો ગુરુજીને પૂછ્યા છે !
જ્ઞાનપ્રાપ્તિ માટેની એક સ્વાભાવિક પરિપાટી આ ચાલી આવે છે : ગુરુ-શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તરી હોય, શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ તેનો ઉત્તર આપે. અને તો જ, આવી પરસ્પર સવિસ્તર ચર્ચા વડે જ, શિષ્યની જિજ્ઞાસા સંતોષાય. ગીતામાં, શ્રીકૃષ્ણ, જ્ઞાનપ્રાપ્તિ માટે, અર્જુનને, જે ત્રણ સાધનો સૂચવ્યાં હતાં, તેમાં પણ આવી પ્રશ્નોત્તરીનો તેમણે સમાવેશ કર્યો હતો :
તબિંદ્ધિ પ્રાપન પરિકન સેવા | ૪, ૩૪ છે. (‘તે જ્ઞાન તું જ્ઞાની પાસેથી, ગુરુ પાસેથી, પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા વડે મેળવી લેજે.')
ગુરુ-શિષ્ય વચ્ચેની, જ્ઞાનપ્રાપ્તિ માટેની, આવી જ પ્રણાલિકા, પ્રાચીન સમયમાં ગ્રીસ-દેશમાં પણ પ્રચલિત હતી : સોક્રેટિસ પોતાના પ્લેટો વગેરે શિષ્યોને આવી પ્રશ્નોત્તરી દ્વારા જ જ્ઞાન આપતો હતો.
આમ તો, આ સાતેય પ્રશ્નો, દેખીતી રીતે, સાવ સરળ છે, પરંતુ શિષ્ય બહુ જ સમજણપૂર્વક પોતાના પ્રશ્નોમાં, વેદાન્ત-દર્શનના વધ:, વિમોક્ષ:, માત્મા, માત્મા, વિવેક, - વગેરે પારિભાષિક (Technical) શબ્દો પ્રયોજ્યા છે. અને સંસારસાગરને તરી જઈને મોક્ષ પામવાની એની જે ઇચ્છા છે, એ વિશે જાણવાની એની ઇચ્છા (જિજ્ઞાસા) છે, તેનો બધો જ આધાર, આ પારિભાષિક શબ્દોનાં હાર્દમાં રહેલાં ગૂઢ-ગહન-તાત્ત્વિક રહસ્યને જાણવા-સમજવા પર છે. પરંતુ હવે, આપણે પણ, આ સમજણ ગુરુજીના જવાબમાંથી જ મેળવીએ.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૧)
પર
શ્રીદવા | धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ॥ ५२ ॥
૧૧૮ | વિવેકચૂડામણિ