________________
એનામાં ઉત્પન્ન થાય છે. અને આવી અણસમજ અને દેહવગેરેનાં બંધનો એટલે જ, આ સંસાર (સંકૃતિઃ), આ સંસારી જીવન. હવે, આનો નાશ ન થાય ત્યાં સુધી મોક્ષની શક્યતા જ ન રહે !
તો પછી શું કરવું? સાધકને મોક્ષ તો પામવો જ છે, અને તે માટે તો તે અહીં ગુરુજી પાસે આવ્યો છે.
આ માટેની સૌપ્રથમ આવશ્યકતા છે વિવેજની : નિત્ય-અનિત્ય, સત્યઅસત્ય, ક્ષર-અક્ષર, જડ-ચેતન, - આવી પરસ્પર-વિરોધી બાબતો વચ્ચેના તફાવતનેભેદને સમજવો, - એ જ “વિવેક.” આ ગ્રંથનાં શીર્ષકમાં રહેલો “વિવેક' શબ્દ, આથી જ ખૂબ સૂચક (Significant) છે. ટૂંકમાં, સાધકને જરૂર છે, “જ્ઞાન (વાવ)ની, જે મળે માત્ર એક જ રીતે, અને એ રીત એટલે તે બંને - જીવાત્મા અને પરમાત્મા-વચ્ચેના (તયો:) વિવેક(વિવેતિ)માંથી ઉપજેલો (ઊંહિત) બોધ, જ્ઞાન. અને જ્ઞાન પોતે જ એવો પ્રચંડ અગ્નિ (વહ્નિ) છે કે સાધકનાં મનમાં રૂઢ થઈ ગયેલાં પેલાં અજ્ઞાનને મૂળ સહિત (મૂર્વ) તે સળગાવી નાખે છે (ત) અને અજ્ઞાનર્થ એટલે જ આ સંસાર, અજ્ઞાનની જ સંતતિ, અજ્ઞાનનું જ ફરજંદ !
સહુ જાણે છે કે પ્રકાશ પ્રગટે એટલે અંધકારને એ જ ક્ષણે નાસી જવું પડે : તો પછી જ્ઞાન પ્રગટે, પછી અજ્ઞાનનું પણ આવી જ બને ને ! કારણ (Cause) જ ન રહે, પછી “કાર્ય' (Effect) શી રીતે સંભવે ?
कारणनाशे कार्यं न संभवति ।
મૂર્ત નાહિત તે શા ? | જરા લંબાણ થઈ ગયું, પરંતુ એ જરૂરી હતું. ' આ શ્લોકનો છંદ : ઉપજાતિ' (૪૯)
૫૦ - શિષ્ય સવાર ! कृपया श्रूयतां स्वामिन् प्रश्नोऽयं क्रियते मया ।
यदुत्तरमहं श्रुत्वा कृतार्थः स्यां भवन्मुरवात् ॥ ५० ॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
કૃપયા શ્રયતાં સ્વામિનું પ્રશ્નોત્ર્ય ક્રિય મયાા યદુત્તરમહં કૃત્વા કૃતાર્થ સ્યાં ભવન્મુખાતુ // ૫૦ ||
શ્લોકનો ગદ્ય અવય :- () સ્વામિન્ ! કૃપા શ્રયતાં, મયા માં પ્રશ્ન: क्रियते, यदुत्तरं भवन्मुखात् श्रुत्वा, अहं कृतार्थः स्याम् ॥ ५० ॥
શબ્દાર્થ - (૯) સ્વામિનું – (હ) સ્વામી ! ભગવાન ! કૃપયા શ્રયતાં - કૃપા કરીને સાંભળો, સાંભળવાની મહેરબાની કરો. શું સાંભળવાનું છે? મથા
૧૧૬ | વિવેકચૂડામણિ