________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
ક્ષીરં ક્ષીરે યથાક્ષિપ્ત તૈલ તૈલે જલં જલે । સંયુક્તમેતાં યાતિ તથાત્મન્યાત્મવિન્મુનિઃ ॥૫॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ
યથા શીરે ક્ષિપ્ત ક્ષીર, નૈને (ક્ષિપ્ત) તાં, નતે (ક્ષિપ્ત) નાં (૬), संयुक्तं एकतां याति तथा आत्मविद् मुनिः आत्मनि ( एकतां याति ॥५६७॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : તથા આત્મવિદ્ મુનિઃ આત્મનિ (તાં યાતિ) । આત્મવેત્તા મુનિ આત્મામાં (ભળી જઈને, એકરૂપ જ થઈ જાય છે), બ્રહ્મમાં (વિલીન થઈને, બ્રહ્મ સાથે, બ્રહ્મરૂપ બની જાય છે) : સંયુń હતાં યાતિ । બ્રહ્મ સાથે સંયુક્ત થતાં, એમાં જોડાઈ જતાં, એકરૂપ એટલે કે બ્રહ્મરૂપ બની જાય છે.
આ ઘટના કોના જવી છે ?
આ પ્રમાણે ત્રણ જેવી :
(૧) યથા ક્ષીરે ક્ષિપ્ત ક્ષીર સંપુર્ણ તાં યાતિ । ક્ષિપ્ત નાખવામાં આવેલું. ક્ષીર એટલે દૂધ; જેવી રીતે દૂધમાં નાખવામાં આવેલું દૂધ, એકમેકમાં ભળી જઈને, એકરૂપ, એટલે કે દૂધ-રૂપ જ થઈ જાય છે;
(૨) યથા નૈને (ક્ષિપ્ત) તૈનમ્ । તૈત એટલે તેલ; તેલમાં ઊમેરવામાં આવેલું તેલ, જેવી રીતે, પરસ્પરમાં ભળી જઈને, એકરૂપ એટલે કે તેલ જ બની જાય છે;
-
(૩) યથા નતે (ક્ષિપ્ત) નામ્ । જળમાં રેડવામાં આવેલું જળ, જેવી રીતે, મૂળ જળમાં ભળી જઈને, એકરૂપ, એટલે કે જળરૂપ જ થઈ જાય છે;
આ ત્રણ દૃષ્ટાંતો પ્રમાણે જ, આત્મજ્ઞાની મહાત્મા પણ મૂળ આત્મામાં, એટલે કે બ્રહ્મમાં ભળવાથી, એટલે કે જ્યારે તે, અંતે, બ્રહ્મલીન થાય છે ત્યારે તે, આત્માથી, એટલે કે બ્રહ્મથી, જરા પણ અળગો રહેતો નથી; આત્મામાં, આત્મા સાથે, સંપૂર્ણ રીતે, એકરૂપ, એટલે કે આત્મરૂપ, બ્રહ્મરૂપ જ થઈ જાય છે. (૫૬૭)
અનુવાદ :
જેવી રીતે દૂધમાં નાખેલું દૂધ, તેલમાં (નાખેલું) તેલ, અને જળમાં (ઊમેરેલું) જળ, - (આ ત્રણેય) એકમેકમાં ભળી જઈને એક (એટલે કે એકરૂપ) થઈ જાય છે, તેવી જ રીતે આત્મજ્ઞાની મુનિ આત્મા(બ્રહ્મ)માં ભળી જઈને એકરૂપ આત્મરૂપ,
વિવેકચૂડામણિ / ૧૧૩૯