________________
બ્રહ્મરૂપ, બની જાય છે. (પ૬૭) ટિપ્પણ :
ઘટાકાશ” અને “મહાકાશીનાં દાંતથી, બ્રહ્મવેત્તાનું બહ્મરૂપ બની જવું, - એ પ્રમાણમાં સૂક્ષ્મ એવી ઘટનાને, એક વધુ સુંદર ઉદાહરણ વડે, આચાર્યશ્રી, અહીં, સંપૂર્ણરીતે, પ્રતીતીકારક બનાવે છે.
ગ્લાસમાંનાં, દૂધને, તપેલામાં રહેલાં દૂધમાં, રડી દઈએ તો, ગ્લાસમાંનું દૂધ, તપેલામાં રહેલા દૂધથી જરા પણ જૂદું રહેતું નથી : ગ્લાસમાંનું અને તપેલામાંનું દૂધ, - બધું જ દૂધ એકમેકમાં ભળી જઈને, એકરૂપ એટલે દૂધરૂપ જ થઈ જાય છે : બધું જ માત્ર દૂધ, દૂધ અને દૂધ ! આ જ દાંતને વિસ્તારીને તેલ, અને જળ વિશે વાત કરીએ તો, બધું જ માત્ર તેલ, અને જળ !
આ જ રીતે, આત્મવેત્તા, પોતાની કારકિર્દીને અંતે, પરમાત્માને પામે ત્યારે, ઉપર્યુક્ત દૂધ-તેલ-જળની જેમ, જ, તે પણ પરમાત્મામાં ભળી જઈને, પરમાત્મા સાથે સંપૂર્ણ રીતે એકરૂપ જ બની જાય છે.
અને આ તો આત્મજ્ઞાની છે, એટલે પોતાનાં આત્મજ્ઞાન દ્વારા, એની સાથેની દેહાદિની ઉપાધિનું મિથ્યાપણું જાણીને, ઉપાધિમાંનાં ભેદ-દ્વૈત વગેરેનો નાશ કરી નાખે છે, અખંડ અને અદ્વૈત આત્મા સાથે પૂરેપૂરો ઓતપ્રોત થઈ જાય છે (માત્મનિ સંયુ$ વતાં યાતિ ), આત્મસ્વરૂપ જ બની જાય છે.
દૂધમાં નાખેલું દૂધ, તેલમાં નાખેલું તેલ, અને જળમાં નાખેલું જળ, - બસ, એ જ રીતે આત્મામાં ઓતપ્રોત થઈ ગયેલો આત્મા ! કોઈ ભેદ નહીં, ભિન્નતા નહીં, જૂદાપણું નહીં !
માત્ર અભેદ, અદ્વૈત, ઐક્ય !
“આત્મબોધ (શ્લોક-પ૩)માં, આ જ વાત, લગભગ આવી જ પરિભાષામાં અભિવ્યક્ત કરવામાં આવી છે :
जले जलं वियद् व्योम्नि तेजस्तेजसि वा यथा । [“જળમાં ઊમેરેલાં) જળ જેવું, “મહાકાશીમાં ભળેલાં) “ઘટાકાશ જેવું અને તેજમાં એકરૂપ બનેલાં તેજ જેવું જ, - આત્મામાં એકરૂપ થયેલા આત્માનું છે !”]
મુંડક-ઉપનિષદનો આ મંત્ર પણ, પ્રસ્તુત ચર્ચામાં, એની પ્રતીતિકારકતામાં, સહાયરૂપ થાય એવો છે :
यथा नद्यः स्यन्दमानाः समुद्रे-ડક્ત નત્તિ નામરૂપે વિદાય !
૧૧૪૦ | વિવેકચૂડામણિ