________________
ટિપ્પણ :
ચર્ચાનો મુદ્દો અહીં પણ, યથાપૂર્વ, એ જ છે અને તેથી પ્રતિપાદયિતવ્ય પણ એ જ રહે છે : જીવાત્માનું પરમાત્મામાં, એટલે કે બ્રહ્મમાં, ભળી જવું, લીન થઈ જવું, જીવનું સ્વયં બ્રહ્મરૂપ બની જવું. આ જ પ્રતિપાદન માટે, દષ્ટાંત જૂદું છે, માત્ર એટલો જ ફેર રહે છે.
આકાશ (અવકાશ, સર્વત્ર અનુભવાતી ખાલી જગા) આ બ્રહ્માંડમાં સર્વત્ર છે, તે સર્વવ્યાપી છે. ક્યાંક મૂકવામાં આવેલો ખાલી ઘડો, જ્યાં સુધી તે ફૂટે નહીં ત્યાં સુધી, તેમાં રહેલા આકાશને “ઘટાકાશ” (ઘડામાં રહેલું આકાશ) કહેવામાં આવે છે. પરંતુ ઘડો ફૂટી જાય ત્યારે, એમાં રહેલું આકાશ, એટલે કે “ઘટાકાશ”, “પટાકાશ' રહેતું નથી; તે બહાર સર્વત્ર પ્રસરી જાય છે. ટૂંકમાં, “ઘટાકાશ” તરીકે હવે એનું કશું સ્વતંત્ર અને સ્વકીય અસ્તિત્વ રહેતું નથી; બહાર સર્વત્ર રહેલા મૂળ આકાશમાં એ ભળી જાય છે, “મહાકાશ જ બની જાય છે. ટૂંકમાં, ઘટસ્થ “ઘટાકાશ' હવે મૂળ “મહાકાશમાં વિલીન થઈ જાય છે.
એ જ રીતે, જ્યાં સુધી જીવાત્માની સાથે, શરીર-ઇન્દ્રિય-બુદ્ધિ વગેરે રૂપ ઉપાધિ વળગેલી રહે છે ત્યાં સુધી જ, જીવાત્માનું, બ્રહ્મથી જૂદું, નિરાળું, એનું પોતીકું સ્વરૂપ, - એનું સ્વકીય અસ્તિત્વ રહે છે, રહી શકે છે; પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, પેલી ઉપાધિનો, તરત જ, આપોઆપ, વિલય થઈ જાય છે, અને પછી તો “જીવન્મુક્ત' બ્રહ્મજ્ઞાની પોતે જ બ્રહ્મ બની જાય છે. '
અહીં પણ એટલી ચોખવટ કરવાની તો રહે જ છે કે બ્રહ્મવેત્તા, “જીવન્મુક્ત હોવાથી, બ્રહ્મ તો હતો જ, બ્રહ્મથી જૂદો કે અળગો તો ક્યારેય પણ ન્હોતો જ : હવે ફેર માત્ર એટલો જ છે કે નિયત સમયે મૃત્યુ થતાં, શરીરાદિની ઉપાધિનો વિલય થતાં, તે, સંપૂર્ણરીતે, બ્રહ્મસ્વરૂપ જ બની જાય છે.
યાદ કરો : ૩૫ધિનાશાત્ વ સ હાંતિ નિયમ્ II શ્લોક-૫૫૫.
શ્લોકનો છંદ : અનુપુપ (૫૬૬)
૫૬૦ क्षीरं क्षीरे यथाक्षिप्तं तैलं तैले जलं जले । संयुक्तमेकतां याति तथात्मन्यात्मविन्मुनिः ॥५६७॥
૧૧૩૮ | વિવેકચૂડામણિ