________________
શબ્દાર્થ :
શ્લોકમાં, આ પહેલાંના શ્લોકની જેમ, યથા-તથા-વાળી વાક્યરચનાવાળાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(१) तथा एव (इदं) सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते । प्रविलीयते - (x + વિ + હતી એટલે ભળી જવું, ઓગળી જવું, એકરૂપ બની જવું, - એ ધાતુનું કર્મણિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) - સંપૂર્ણરીતે ભળી જાય છે, એકરૂપ બની જાય છે, લીન થઈ જાય છે. (દ્ય) નાં દૃશ્યમ્ એટલે આ સઘળું દેખાતું-ભાસતું જગત.
(સરખાવો : ગયા શ્લોકનો શબ્દ : સમસ્તદ્રશ્યમ ).
આ જગત શામાં સંપૂર્ણરીતે લીન થઈ જાય છે ? - બ્રહ્મળ | બ્રહ્મમાં. જગતનો આ આખો દશ્યપ્રપંચ બ્રહ્મમાં પૂરેપૂરો લીન થઈ જાય છે (Merges). તથા પર્વ . એટલે તેવી જ રીતે. ‘તેવી જ રીતે એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાં આપેલાં દૃષ્ટાંતની રીતે.
(૨) યથા ધ્વાતં તીયતે | ક્વાન્ત એટલે અંધારું; નીયતે (આ પહેલાંનાં પ્રથમ વાક્યમાંના પ્રવિતીય - એ ક્રિયાપદમાંના 9 અને વિ, - એ બે ઉપસર્ગો વિનાનું, વ્યાકરણની દૃષ્ટિએ, એવું જ રૂપ), - લીન થઈ જાય છે (Vanishes). આ અંધારું કેવું છે ? વિનક્ષણમ્ | વિનક્ષણ એટલું જૂદું, ભિન્ન; પ્રકાશથી ભિન્ન સ્વરૂપવાળું, જૂદાં સ્વભાવવાળું. આવાં અંધકારનું શું થાય છે ?
એ ક્યાં-શામાં લીન થઈ જાય છે? - મનુતેસિ. માનું એટલે સૂર્ય. સૂર્યના પ્રકાશમાં અંધકાર ભળી જાય છે, લીન થઈ જાય છે; તેવી જ રીતે આ સઘળું દેખાતું જગત બ્રહ્મમાં લીન થઈ જાય છે. (પ૬૫) અનુવાદ :
(પ્રકાશથી) ભિન્ન સ્વરૂપવાળું અંધારું જેવી રીતે સૂર્યના પ્રકાશમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આ સઘળું દશ્ય-જગત) બ્રહ્મમાં સંપૂર્ણરીતે લીન થઈ જાય
છે. (પ૬૫)
ટિપ્પણ:
શ્લોક સહેલો છે અને એનું પ્રતિપાદયિત્વ પણ આ પહેલાંના શ્લોક-પ૬૪ જેવું જ છે; હકીકતમાં એ જ છે.
અંધકાર અને પ્રકાશ, - એ બંને, એકબીજાંથી સંપૂર્ણરીતે ભિન્ન સ્વરૂપસ્વભાવવાળા (વિક્ષપ) તત્ત્વો છે; એટલું જ નહીં પરંતુ તે બંને પરસ્પર એવાં
વિવેકચૂડામણિ | ૧૧૩૫