________________
વિલક્ષણ છે કે તે બંને, એક જ સમયે (Simultaneously), પોતપોતાનાં મૂળસ્વરૂપે, એકીસાથે રહી-ટકી શકે નહીંરાત્રિ ચાલી રહી હોય ત્યારે, સૂર્યનો પ્રકાશ ત્યાં હોતો નથી, માત્ર અંધકારનું જ સામ્રાજ્ય સર્વત્ર ચાલી રહ્યું હોય છે. પરંતુ રાત્રિ પૂરી થાય, દિવસ શરૂ થાય અને સૂર્યનો ઉદય થાય ત્યારે? ત્યારે, અંધકારનું ક્યાંય નામ-નિશાન રહી શકતું નથી ! તો પછી, તે વખતે, સૂર્યોદય થાય ત્યારે, અંધકારનું શું થાય છે? બીજું શું થાય? પ્રકાશ પ્રગટ થાય ત્યારપછી, તે, પોતાનાં અંધકારસ્વરૂપે, મૂળસ્વરૂપે, ટકી જ ન શકે ! સૂર્યનાં પ્રકાશમાં સંપૂર્ણરીતે લીન થઈ જાય છે (માનુજોનસિ વિડીયો I) !
બસ, એવું જ ભાગ્ય (ખરેખર તો, “દુર્ભાગ્ય’ જ, Fate !) આ સઘળાં દશ્યપ્રપંચનું છે !
આ બંને વચ્ચે પણ સ્વભાવ-સ્વરૂપની વિલક્ષણતા અંધકાર અને પ્રકાશ જેવી જ છે; બંને એકસરખાં ‘વિરુદ્ધધર્મા' છે : જગત દશ્ય છે, વ્યક્તિ છે, અસત્ય છે; જ્યારે બ્રહ્મ અદશ્ય છે, અવ્યક્ત છે, સદા-સત્ય છે.
| મિથ્થારૂપે ભાસતાં (Phenomenal) આ દશ્ય જગતની, બ્રહ્મમાં વિલીન થઈ જવાની પ્રક્રિયા (Dissolution), એ એક અદ્વિતીય અને અનન્યસાધારણ ઘટના છે, - એવી અજોડ (Unique), કે એને શબ્દો પ્રયોજીને સમજાવી શકાય નહીં : ભાષા અહીં પંગુ બની જાય છે ! મુમુક્ષુ સાધકની સ્વકીય અનુભૂતિનો જ એ વિષય છે !
આ ભાસમાન જગત, અજ્ઞાનરૂપી અંધકારનું જ સર્જન છે; તેથી જ્ઞાનરૂપી પ્રકાશનાં પ્રાકટ્ય સમક્ષ એ ટકી શકે નહીં : મોક્ષાર્થી સાધકનાં મનમાંથી અજ્ઞાનનો અંધકાર પૂરેપૂરો વિનષ્ટ થઈ જાય, ત્યારપછી, તેના સિવાયનાં બીજાંઓ માટે, ભલે, આ જગત, જેવું ભાસતું હતું તેવું જ (દ્રશ્ય), ચાલુ રહે; સાધક પૂરતો તો, જ્ઞાનનો સૂર્યોદય થઈ જ ગયો હોય છે ! એટલે પછી, આ જગતરૂપી અંધકારને, બ્રહ્મસૂર્યોદયના પ્રકાશમાં (પાનુરેનસ) વિલીન થઈ જવા સિવાય અન્ય કશો વિકલ્પ રહેતો જ નથી (વિનીયતે )
નિશીથનો અંધકાર નિર્બળ મનનાં માનવીને ભયથી ધ્રુજાવી રહ્યો હોય છે, પરંતુ ભગવાન સૂર્યનારાયણનો પ્રભામય (Effulgent) પ્રકાશ સર્વત્ર પથરાઈ જતાં, પેલા અંધકારનો એક અણુ પણ ક્યાંય હયાત રહી શકતો નથી એ જ રીતે, ઊંધતા માણસનું સ્વપ્ન, એ જાગતાં જ, મનમાંથી સંપૂર્ણરીતે ભૂંસાઈ જાય છે ! અવિદ્યા અને એનાં સર્જન-સ્વરૂપ આ જગતનું પણ, અજ્ઞાનરૂપી અંધકારની જેમ, પરબ્રહ્મના ઝળાંઝળાં પ્રકાશમાં નિમજજન થઈ જાય છે !
શ્લોકનો છંદ : અનુરુપ (૫૫)
૧૧૩૬ / વિવેકચૂડામણિ