________________
મનુષ્ય અજ્ઞાનમાં સબડતો હોય ત્યાં સુધી જ, તેને આ જગત અને એમાં દૃષ્ટિગોચર થતા સઘળા પદાર્થો જોવા-જેવા, વિચારવા-જેવા, અનુભવવા-જેવા અને હયાતીવાળા જણાય છે; પરંતુ શ્રુતિ અને શાસ્ત્રોના ઊંડા-વ્યાપક સ્વાધ્યાય અને સદગુરુની કૃપા સાંપડતાં, તેનાં અવિદ્યા અને અજ્ઞાન દૂર થઈ જાય છે, તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. બસ, આ આત્મજ્ઞાન જ, એની સઘળી અનાત્મ-સામગ્રી (દહઈન્દ્રિય વગેરે) માટે દહન-સ્વરૂપ અગ્નિનું કામ કરે છે. એ સર્વસ્વ આ જ્ઞાનાગ્નિમાં બળી જાય છે, અને જે એકમાત્ર અવશેષ રહે છે, તે તો, પરમાત્મ-સ્વરૂપ જ !
પથ્થર પથ્થર તરીકે, વૃક્ષ વૃક્ષ તરીકે, - વગેરે પોતપોતાના મૂળ સ્વરૂપમાં ક્યાં સુધી સ્થિર-સલામત રહી શકે છે? માત્ર ત્યાં સુધી જ, જ્યાં સુધી એ બધાંને અગ્નિનો સપાટો નથી લાગ્યો ! આ સપાટો લાગ્યા પછી પથ્થર-વૃક્ષ વગેરેનાં તેતે મૂળ સ્વરૂપો રહી શકતાં જ નથી ! એ બધાં માત્ર એક જ સ્વરૂપે બની રહે છે, - અને તે છે, રાખનો ઢગલો, માત્ર માટી જ (પૃ૯ વ) !
આમ તો, ગુરુદેવનાં ચમત્કાર-કારક માર્ગદર્શન હેઠળ, સુદીર્ઘ સાધનાને અંતે, પરમાત્મભાવને પામી ચૂકેલા પ્રસ્તુત શિષ્યને આવાં કશાં પ્રતિપાદન-નિરૂપણની, હવે, જરા પણ જરૂર નથી જ; અને તે છતાં, આવા સિદ્ધ શિષ્યને પણ, શાસ્ત્રોક્ત પ્રણાલિકાની પરંપરાને અનુસરીને, ગુરુદેવ, અહીં, હવે પછીની તેની ભાવિ શેષ જિંદગી માટે અનિવાર્ય એવા અમૂલ્ય સંકેત-સૂત્રોનું પ્રદાન જ કરી રહ્યા છે, એમ સમજવાનું રહે છે.
શ્લોકનો છંદઃ વસંતતિલકા (૫૬).
પપ विलक्षणं यथा ध्वान्तं लीयते भानुतेजसि ।
तथैव सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते ॥५६५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
વિલક્ષણ યથા ધ્વાન્ત લીયતે ભાનતેજસિ |
તથૈવ સકલ દશ્ય બ્રહ્મણિ પ્રવિલીયતે પદપા શ્લોકનો ગદ્ય અન્વય :
यथा विलक्षणं ध्वान्तं भानुतेजसि लीयते, तथा एव (इदं) सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते ॥५६५॥
૧૧૩૪ | વિવેચૂડામણિ