________________
ત્યાં વૃક્ષનાં પાંદડાંનાં ખરી પડવાની જ વાત હતી; અહીં, એમાં ફૂલો અને ફળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે; વળી, ત્યાં, પાંદડાંનાં ખરી પડવાના, માત્ર વૃક્ષના જ પ્રતિભાવો જણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શરીર-વગેરેના વિનાશને, અહીં, પાંદડાં વગેરેના વિનાશ જેવો જ નિરૂપવામાં આવ્યો છે.
વળી, એક વધારાની જે સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે તે એ કે દેહાદિનો નાશ થાય છે, એનો અર્થ, હરગીઝ, એ નથી કે આત્માનો પણ વિનાશ થાય છે : આ આત્મા તો એક શાશ્વત અસ્તિત્વ (સ-માત્મ) અને આંનદનું જ મૂર્ત સ્વરૂપ (કાનન્દ-સાતિ, Embodiment of Bliss) છે; એટલે તે તો, પાંદડાં વગેરેનો વિનાશ થયા પછી પણ, પાંદડાં વગેરેના નાશથી સંપૂર્ણરીતે અસંબદ્ધ (Unaffected) એવા વૃક્ષની જેમ, નિત્ય, અડગ અને અવિનાશી જ રહે છે (Survives) : પાદડાં વગેરેના નારા સાથે જેમ વૃક્ષને કશો સંબંધ નથી, તેમ જ દેહાદિના નાશ સાથે આત્માને પણ કશો જ સંબંધ નથી. •
શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૬૧)
૫૨ 'प्रज्ञानघन' इत्यात्मलक्षणं सत्यसूचकम् ।
अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
“પ્રજ્ઞાનઘન' ઇત્યાત્મલક્ષણે સત્યસૂચકમ્ |
અનૂધૌપાધિકચૈવ કથયત્તિ વિનાશનમ્ પદરા શ્લોકનો ગદ્ય અન્વય :
'प्रज्ञानघनः' इति आत्मलक्षणं सत्यसूचकं (अस्ति); अनूद्य-औपाधिकस्य एव विनाशनं कथयन्ति ॥५६२॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) “પ્રજ્ઞાનપ:' રૂતિ ગાત્મનક્ષM સત્યસૂર (તિ) પ્રજ્ઞાનધન એટલે જ્ઞાનસ્વરૂપ'; તલા એટલે વ્યાખ્યા (Definition); “આત્મા જ્ઞાનસ્વરૂપ છે”, - આત્માનું એવું લસણ, એની સત્યતાનું સૂચક છે. (ર) અનૂધ સૌપાધિસ્થ વિનાશ થતિ | આ વાક્યમાં વયક્તિ એ
૧૧૨૮ | વિવેકચૂડામણિ