________________
કશા ભાવો તેને કેમ સ્પર્શતા નથી, એની, અહીં, સમજૂતી આપવામાં આવી છે.
સ્કૂલ-સૂક્ષમ-કારણ વગેરે ત્રણેય પ્રકારનાં શરીર સાથે સંબંધ રાખનાર મનુષ્ય, ધીમે-ધીમે, એના પ્રત્યે “અહ'-ભાવ સેવવાનું શરૂ કરે છે. અને શરીર પ્રત્યેનાં આવાં અભિમાન-સેવનનાં પરિણામે, તને, સુખ-દુઃખ તથા શુભ-અશુભની અનુભૂતિ થાય છે. આવી ભૌતિક અનુભૂતિની એક વિચિત્રતા એ છે કે એકને જે અનુભૂતિ સુખદ કે શુભ-પ્રકારની લાગતી હોય, એ જ અનુભૂતિ અન્ય માટે સાવ ઉલટી, એટલે કે દુઃખદ કે અશુભ પ્રકારની હોય !
આ અનુસંધાનમાં બે વાત નોંધપાત્ર બની રહે છે : એક તો છે સ્કૂલ વગેરે શરીરો સાથેનો સંબંધ (ધૂતાસિન્ધવત:) અને બીજી છે એ શરીરો પ્રત્યેનો મમ”-ભાવ, એ સહુ પ્રત્યેનું “અભિમાન” (પ્રમાનિન:). આ સંબંધ અને આવું અભિમાન મનુષ્ય માટે, જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનું સર્જન કરે છે.
પરંતુ જો મનુષ્ય થોડું ચિંતન-મનન અને આત્મનિરીક્ષણ કરે તો, તેને, તરતા જ પ્રતીતિ થશે કે તેના જીવનમાં જે કંઈ “પ્રિયાપ્રિય” કે “શુભાશુભનાં અનિષ્ટ ઉત્પન્ન થાય છે, તેનાં મૂળમાં પેલા “શૂલાદિસંબંધો અને દેહાભિમાન' જ છે; અને એમાંથી એને વળગે છે બંધનોના ફાંસલા !
પરંતુ જે મનનશીલ મુનિ છે તે, આત્મનિરીક્ષણનાં પરિણામે, બંધનોના, ફાંસલાનો ધ્વંસ કરી નાખે છે (ધ્વસ્તબ્ધસ્ય) અને પોતાને સસ્વરૂપ આત્મા જ સમજવા લાગે છે (સાત્મ:).
આવા મુનિને, પછી, શુભ કે અશુભ કર્મો જ રહેતાં નથી (શુ વા અશુ વા વૃતઃ ?) અને તો પછી તેના માટે એવાં કોઈ કર્મના ફળની તો સંભવિતતા જ ( વા પિ) ક્યાંથી (ત:) રહે (ચા)?
હકીક્તમાં, “શુભ” અને “અશુભ', એ બે સાપેક્ષ શબ્દો (Relative terms) છે. અને ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે જ્યાં કશું, જૂદું તરી આવે એવું “શુભ” જ ન હોય, ત્યાં પછી “અશુભ”ની તો શક્યતા જ કેવી ? ક્યાંથી ?
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૫૪૭)
૫૪૮-૫૪૯ तमसा ग्रस्तवद्भानादग्रस्तोऽपि रविर्जनैः । ग्रस्त इत्युच्यते भ्रान्त्या ह्यज्ञात्वा वस्तुलक्षणम् ॥५४८॥ तद्वद्देहादिबन्धेभ्यो विमुक्तं ब्रह्मवित्तमम् । पश्यन्ति देहिवन्मूढाः शरीराभासदर्शनात् ॥५४९॥
૧૦૯૮ | વિવેકચૂડામણિ