________________
સ્તર(Plane)થી, ઉચ્ચ આધ્યાત્મિક સ્તર પર, ઊર્ધીકરણ (sublimation) થઈ જાય છે; તેથી પ્રિય-અપ્રિય, સુખદ-દુઃખદ, સારા-નરસા, શુભ-અશુભ જેવા સર્વ શારીરિક-સાંસારિક ભાવોની અનુભૂતિથી તે “પર” થઈ જાય છે. અંગત-બિનંગત કે આત્મલક્ષી-પરલક્ષી (Subjective-Objective), - એવું વાતાવરણ (Environment) તો અહીં, આપણાં ભૌતિક જગતને, આવરી શકે, વ્યાપી શકે; “જીવન્મુક્ત બનેલા બ્રહ્મજ્ઞાનીને તો હવે સઘળું “બ્રહ્મમય’ જ બની ગયું હોય, એટલે એ તો “સ્વપર'ના આવા ભાવો-ભેદોથી સદા-સર્વદા પર જ હોય છે !
શરીરી' હોવા છતાં, શરીરમાં અભિમાન ન કરનારને, શરીર પ્રત્યે કશો “મમ'-ભાવ કે “અહ'-ભાવ ન સેવનારને, આધ્યાત્મિક પરિભાષામાં, “અશરીર' કહેવામાં આવે છે. બ્રહ્મજ્ઞાની આવો “અશરીર' હોવાથી, એને કોઈ ગમા-અણગમા (Likes, Dislikes) સ્પર્શી શકે જ નહીં. ઉપનિષદના ઋષિએ આ જ વાત કહી છે :
अशरीरं वाव सन्तं न प्रियाप्रिये स्पृशतः । (“તે બ્રહ્મજ્ઞાની “અશરીર હોવાથી, પ્રિય કે અપ્રિય તેને સ્પર્શતાં નથી”.)
શ્લોકનો છંદ : અનુષુપ (૫૪૬)
પ૪૦ स्थूलादिसम्बन्धवतोऽभिमानिनः
सुखं च दुःखं च शुभाशुभे च । . विध्वस्तबन्धस्य सदात्मनो मुनेः
कुतः शुभं वाऽप्यशुभं फलं वा ॥५४७॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
શૂલાદિસમ્બન્ધવતોડભિમાનિનઃ
સુખ ચ દુઃખું ચ શુભાશુભે ચ | વિધ્વસ્તબન્ધસ્ય સદાત્મનો મુનેઃ
કુતઃ શુભ વાડપ્યશુભ ફલ વા //પ૪૭ શ્લોકનો ગદ્ય અન્વય :
स्थूलादिसम्बन्धवतः (शरीरस्य) अभिमानिनः सुखं च दुःखं च, शुभाशुभे च (भवतः); विध्वस्तबन्धस्य सदात्मनः मुनेः शुभं वा अशुभं वा अपि (ર્મ, ર્મળ:) bei વી ત: (સ્થા) ? |૧૪ના
૧૦૯૬ | વિવેકચૂડામણિ