________________
ટિપ્પણ:
શ્લોકમાંનાં ચારેય વાક્યોમાં, બ્રહ્મજ્ઞાનીની અસાધારણ અને વિશિષ્ટ જીવનશૈલીનું નિરૂપણ, યથાપૂર્વ, ચાલુ છે, અને તે પ્રત્યેક વાક્યમાં, સામાન્ય સંસારી જીવન કરતાં એનું જીવન કઈ-શી રીતે જૂદું પડે છે તે, સ્પષ્ટ રીતે, દર્શાવવામાં આવ્યું છે. ટૂંકમાં, એક પ્રકારના ચોખ્ખા “વ્યતિરંક'(Contrast)નું શબ્દચિત્ર અહીં આલેખવામાં આવ્યું છે.
હકીકતમાં, ધનસંપત્તિ, સત્તા-શક્તિ, ભોજન-તૃપ્તિ, દષ્ટિદર્શન (Vision), – મનુષ્યનાં દૈનંદિન જીવન સાથે સંકળાયેલી આવી બધી બાબતો અંગેની, બ્રહ્મજ્ઞાની જીવન્મુક્ત'ની વિલક્ષણ વિભાવના (Concept), અહીં, સંક્ષેપમાં છતાં અસંદિગ્ધતાપૂર્વક, અભિવ્યક્ત કરવામાં આવી છે.
ધનિક કોણ ? જેની પાસે અઢળક ધનસંપત્તિ હોય તે ? આ બ્રહ્મજ્ઞાની ભારપૂર્વક જણાવે છે કે “ના, ના, ના ! મારી પાસે કૂટી-કોડી નથી, અને છતાં હું બહુ મોટો ધનિક છું” આપણે પૂછીએ કે “એ વળી કેવી રીતે?” તો, એનો જવાબ તો “લા-જવાબ” અને “રોકડો” (Ever-ready) હોય છે : “ધન હોય તો જ ધનવાન થવાય, એવું કોણે કહ્યું? સાચી સમૃદ્ધિ તો સંતોષમાં જ હોય છે અને આવી સમૃદ્ધિનું વિરલ વરદાન મને મળી ગયું છે, – સામેથી, સ્વયમેવ, આપોઆપ ! – પરબ્રહ્મ સાથેનાં મારાં ઐક્યના પરમઆનંદ દ્વારા !” કવિ ભર્તુહરિ બ્રહ્મજ્ઞાનીની આ વિભાવનાનું આ પ્રમાણે સમર્થન કરે છે :
સંતોષ ઇવ પુરુષી પર નિશાનમ્ - નીતિશતક (“સંતોષ એ એક જ, મનુષ્ય માટેનો ખરો ખજાનો છે !”).
બસ, આવો ખજાનો, માણસને, મળી જાય, પછી તો, એ સદા-સર્વદા સર્વોત્તમ ધનિક !
અને સત્તા-શક્તિ-સામર્થ્ય-બળની પણ આવી જ એની વિભાવના ! સાચી સહાય કઈ? કોની? – પોતાની જ ! જેને “સર્વશક્તિમાન' (Omnipotent) એવાં પરમતત્ત્વની શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, તેને, શક્તિનાં એ મૂળ અને અખૂટ ગંગોત્રીમાંથી; જરૂરી સર્વ શક્તિ, વગર-માગ્યે, મળ્યા કરતી જ રહે છે ! પૂલ દૃષ્ટિએ ભલેને તે સાવ સુકલકડી હોય, વિશ્વનો મહા-પહેલવાન પણ એ જ ! હાડકાંના માળા’ જેવા “પોતડીદાસ’ ગાંધીએ, વિશ્વની મહાસત્તા ગણાતી બ્રિટિશ સત્તાને હંફાવી-હરાવી, એ કયું બળ? નિર્વત છે. વન રામ I – એમ કાંઈ અમથું જ કહેવાયું હશે ! અને અંગ્રેજીમાં પણ આવી કહેવતો પ્રચલિત છે જ: "Self-help is the
વિવેકચૂડામણિ | ૧૦૯૧