________________
વિકલ્પો : (૧) ઉન્મત્તવત્ ગાંડા-ઘેલાની જેમ; (૨) વવદ્ - બાળકની જેમ; અને (૩) પિશાવવત્ - ભૂત-પિશાચની જેમ. (૫૪૧) અનુવાદ :
ચૈતન્યરૂપ વસ્ત્ર ધારણ કરતો આ બ્રહ્મજ્ઞાની) ક્યારેક વસ્ત્રહીન અવસ્થામાં હોય છે, તો કોઈક વાર વળી વસ્ત્રયુક્ત (પણ) હોય છે, તો વળી કદિક વલ્કલધારી (અથવા મૃગચર્માદિ ધારણ કરતો) પણ હોય છે. તે કોઈક વાર ગાંડાની જેમ અથવા તો બાળકની જેમ, તો કોઈક વાર પિશાચની જેમ પણ ધરતી પર વિચરતો હોય છે. (૫૪૧) ટિપ્પણ :
“જીવન્મુક્ત થયા પછી, બ્રહ્મવેત્તાની જીવનશૈલી કેવી હોય છે, તેનું નિરૂપણ અહીં પણ ચાલુ છે.
આ બ્રહ્મવેત્તાનાં વર્તન-વલણ-વ્યવહારની એક વિચિત્રતા અથવા વિશિષ્ટતા નોંધપાત્ર છે. એના બાહ્ય દેખાવનાં કોઈ જ નિશ્ચિત લક્ષણો-ચિહ્નો કે એની કશી નિશાની હોતી નથી (વ્યરુતિ:). એ જ રીતે, વસ્ત્ર-પરિધાનની બાબતમાં પણ તે તદન અવ્યવસ્થિત અથવા અનિયમિત હોય છે : ક્યારેક તે વસ્ત્રો પહેરે છે,
ક્યારેક વલ્કલો ધારણ કરે છે, તો એની એવી ઈચ્છા થાય તો, ક્યારેક તે સાવ નિર્વસ્ત્ર પણ હોય છે !
અને ધરતી પર તે વિહાર કે પરિભ્રમણ કરતો હોય ત્યારે પણ, એના દેખાવનું કે સ્વરૂપનું કોઈ નિશ્ચિત કે નિયમિત ધોરણ હોતું નથી ? ક્યારેક તે ઉન્મત્તઅવસ્થામાં મૂઢની જેમ, ગાંડા-ઘેલાની જેમ, ધૂનીની જેમ, જ્યાં-ત્યાં રખડતો હોય; તો વળી ક્યારેક અબુધ બાળકની જેમ, અનિશ્ચિત રીતે, અહીં-તહીં આથડતો હોય; તો વળી ક્યારેક તો, ભૂત-પિશાચની જેમ સાવ અલગારી અવસ્થામાં, આમ-તેમ, ઘૂમી રહ્યો હોય, એવો તે, જોનારને, લાગે !
બાળકની જેમ, એ ભૂત કે ભવિષ્યકાળને યાદ કરતો નથી. - એને તો. બસ. એક જ કાળ છે, - વર્તમાન ! બાળક ભલે સાવ “અબુધ હોય, આ જીવન્મુક્ત” તો પૂરેપૂરો પ્રબુદ્ધ' (Fully enlightened) છે ! એ બાળક જેવો (વાવ) હોવા છતાં તે Child-like છે, Childish નથી !
ટૂંકમાં, વાણી-વર્તન-વ્યવહારના એના માટે કોઈ વ્યવસ્થિત ધોરણો (Standards) નથી, માપદંડો નથી : એ તો, બસ, એને મનમાં આવે તેમ, નિખાલસભાવે, યથેચ્છ, સ્વતંત્રરીતે, નિરંકુશ-ભાવે, અત્ર-તત્ર, વિહાર કરતો રહે છે !
૧૦૮૪ | વિવેકચૂડામણિ