________________
આત્મજ્ઞાની તેને ‘ભોગવે છે', તે છતાં તે સ્થૂલ અર્થમાં ‘ઉપભોગ’ નથી, કારણ કે આ માટે જે શરીરનું તે અવલંબન કરે છે (ઝવાસ્થ્ય), તેની સાથે તેને કશો જ સંબંધ નથી, તેના પ્રત્યે તેને કશું ‘માન’ એટલે કે ‘અભિમાન’ નથી, તેના પ્રત્યે તેનો કશો “અહં”–ભાવ કે “મમ”-ભાવ નથી : આત્મજ્ઞાનીની દૃષ્ટિએ, પોતે ધારણ કરેલાં શરીર માટેનો માન’ભાવ નીકળી જાય (વિ), એટલે તો તે શરીર વિમાન જેવું, હલકું-ફૂલ જેવું, કોઈક હવાઈ-વાહન જ બની જાય ! આ શબ્દ-ચાતુરી જેવી. તેવી નથી !
વળી, આ ‘તથાકથિત’ (So-called) ‘વિષયો’ને મેળવવા માટે, આત્મજ્ઞાની પોતે તેની પાછળ નથી દોડ્યો : બીજાંઓએ, તેમની ઇચ્છાથી (પરે∞યા), આ બધ ‘વિષયો’ને, આત્મજ્ઞાનીની સમક્ષ, સામેથી, ધરી દીધા છે (ઉપસ્થિતાન્) ! અને હવે, સૌથી મહત્ત્વની વાત આવે છે : કોની જેમ, આત્મજ્ઞાની, અ ‘સમસ્ત વિષયો’ને (અશેષાત્ વિષયાન્) ભોગવે છે ? વાતવત્ । રમવા માટે બાળકની સમક્ષ રમકડાં વગેરેની, રમવાની, જે કાંઈ સામગ્રી ૨જૂ કરવામાં આવે, તેને આપવામાં આવે, તેમાં તેને પોતાને કશો જ મમભાવ હોતો નથી : રમતાં રમતાં, રમકડું તેના હાથમાંથી સરી પડે તો પણ તેને તેની ખબર હોતી નથી ! તેની માતાએ ફરી પાછું એ રમકડું તેના હાથમાં મૂકવું પડે છે ! આવા બાળકની જેમ, આત્મજ્ઞાની, પેલા સર્વ વિષયોને ‘ભોગવે છે’(મુક્ત્તિ), એમ કહીને જ, આચાર્યશ્રીએ, આત્મજ્ઞાનીનો વિશિષ્ટ ‘ભોગ’-અભિગમ સ્પષ્ટ જણાવી દીધો છે !
અને હવે રહી એવી જ બે લાક્ષણિક બાબતો, આ આત્મજ્ઞાનીનાં અનુસંધાનમાં : (૧) પોતે ‘સંન્યાસી' છે, એની ખાતરી આપવા માટે, કેટલાક આધુનિક સાધુ-મહારાજો ‘ભગવાં વસ્ત્રો’ ધારણ કરે છે ! આવાં કોઈ જ ચિહ્નો, લક્ષણો કે આવી કોઈ નિશાનીઓ (f[T) (Insignia), આ આત્મજ્ઞાની વ્યક્ત કરતો નથી (અન્યત્ત્ત). અને (૨) બીજાંઓની ઇચ્છાથી એની સમક્ષ લાવવામાં આવેલા પેલા વિષયોને તે, માત્ર બાળકની જેમ જ, ભોગવતો હોવાથી, બહારની એવી કોઈ વસ્તુઓમાં તે જરા પણ આસક્ત બનતો નથી (અનનુષહ્રવાહ્ય:) ! તાત્પર્ય એ છે કે પ્રસ્તુત શિષ્ય પણ, હવે પછીનાં તેનાં જીવનમાં, શરીર, સંસાર અને વિષયો પ્રત્યે, આવો ન્યારો-નિરાળો અભિગમ અપનાવવાનો જ રહેશે !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૪૦)
૧૦૮૨ / વિવેકચૂડામણિ