________________
સ્થળ(વેશ) પસંદ કરવાની જરૂર નથી : કોઈ નદીનો કિનારો, પર્વતની ગુફા કે નિર્જન વન-પ્રદેશ જેવાં અનુકૂળ સ્થળો હોય તો જ સાધના સફળ થાય, એવો કોઈ નિયમ હોઈ શકે નહી. એવી જ રીતે, વહેલી-સવારનું બ્રાહ્મમુહૂર્ત કે સાંજની સંધ્યાનો સમય(તા) જ પવિત્ર ગણાય, એવું કોઈ બંધન સાધક માટે હોઈ શકે નહીં. એ જ રીતે, સાધના માટે સિદ્ધાસન-પદ્માસન જેવાં નિશ્ચિત થયેલાં ‘આસનો’(આલન) જ જોઈએ, એવી કોઈ પણ શરત કે મર્યાદા સાચા સાધક માટે રહેતી નથી.
અને બધી જ દિશાઓ (વિ) એકસરખી પવિત્ર છે, એટલે પૂર્વદિશામાં, સૂર્ય-સન્મુખ રહીને જ આરાધના-ઉપાસના કરવી જોઈએ, એવું કશું બંધન, સાધક માટે, અનિવાર્ય નથી. વળી, અહિંસા-સત્ય-અસ્તેય કે પ્રાણાયામ-ધારણા-ધ્યાન-સમાધિ જેવા યમો-નિયમોનો(યમ)ની કોઈ જ લક્ષ્મણ-રેખાનું સ્થાન, સાધનાના માર્ગમાં હોઈ શકે જ નહીં.
-
દિશાઓની પવિત્રતાનાં આ અનુસંધાનમાં, ઇસ્લામ ધર્મના ઇતિહાસમાં પ્રચલિત એક પ્રસંગ યાદ આવે છે :
ખુદાના બંદા જેવો એક મુસલમાન-ઔલિયો, એક વાર મક્કાની જાત્રાએ ગયો. ત્યાં પહોંચ્યા પછી, ખૂબ થાકી ગયો હોવાથી, તે ઘસઘસાટ ઊંઘી ગયો. થોડી વાર થઈ ત્યાં તો, ત્યાંના કર્મકાંડી માણસે તેને ઢંઢોળ્યો, જગાડ્યો અને ગુસ્સે થઈને તેને કહ્યું કે, “કાફિર ! તને એટલી પણ ખબર નથી કે સૂતી વખતે પવિત્ર ‘કાબા’ તરફ પગ ન રખાય !”
પેલા ઔલિયાએ સૂતાં-સૂતાં જ જવાબ આપ્યો કે, – “ભાઈ, મને શા માટે હેરાન કરે છે અને મારા પર ગુસ્સે થાય છે ? હું ખૂબ થાકી ગયો છું, મને સૂવા દે : મારા પગ તારે જે તરફ રાખવા હોય ત્યાં રાખ !'
પેલા કર્મકાંડીએ તેના પગ, બરાબર સામી દિશામાં, ખસેડ્યા, પરંતુ આશ્ચર્ય ! જે દિશામાં ઔલિયાના પગ રખાયા હતાં, તે જ દિશામા ‘કાબા’એ પણ સ્થળાંતર કર્યું !
પછી તો પેલો કર્મકાંડી, વારાફરતી, જૂદી-જૂદી દિશાઓમાં પેલા ઔલિયાના પગ ખસેડતો ગયો, અને ‘કાબા’એ પણ એ જ દિશાઓમાં સ્થળાંતર કરવાનું ચાલું રાખ્યું !
“ખુદા”-“મક્કા”-“કાબા” કઈ દિશામાં નથી ?
:
અને સાધક માટે, લક્ષ્ય (નક્ષ્ય) તો એક જ હોય અને છે ઃ પરબ્રહ્મની પ્રાપ્તિ ! અને જેનું અનુસંધાન આ શ્લોકમાં છે, તે તો “જીવન્મુક્ત” જ છે ! તેણે તો આ લક્ષ્યને, ગુરુદેવની કૃપાથી, ક્યારનું યે સિદ્ધ કરી લીધું છે ! એ તો છે જ
૧૦૬૦ | વિવેકચૂડામણિ