________________
હોય ત્યારે, સદા, સ્વેચ્છાએ, આત્મામાં જ રમણ કરતાં રહેવું જોઈએ. (પર૯) ટિપ્પણ : | મુમુક્ષુ સાધક, જીવન્મુક્તિની સર્વોચ્ચ-સિદ્ધિએ તો પહોંચી ગયો, પરંતુ એનાં શેષ જીવનમાં, કાળ-નિર્ગમન કરતાં, તેને અનેક અવસ્થાઓમાંથી અને પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું રહે. આવી અવસ્થાઓ-પરિસ્થિતિઓ-પ્રક્રિયાઓ ચાલી રહી હોય ત્યારે, તેણે શું કરવું જોઈએ ? - એનું સ્પષ્ટ માર્ગદર્શન તેને અહીં આપવામાં આવ્યું છે. બીજી ક્રિયાઓ-પ્રક્રિયાઓ તો ઠીક, પરંતુ જવું-ચાલવું-બેસવુંઊઠવું-સૂવું વગેરે તો સામાન્ય અને રોજિંદી(Routine) ક્રિયાઓ છે, એ કર્યા વિના તો ચાલે જ નહીં ! આચાર્યશ્રી કહે છે કે બરાબર છે, આવી ક્રિયાઓ અવશ્ય કરવી; પરંતુ એ બધી તો માત્ર સ્કૂલ-શારીરિક ક્રિયાઓ છે, એમાં મન કે આત્માએ કશું જ કરવાનું હોતું-રહેતું નથી. એટલે, આચાર્યશ્રી, એક સ્પષ્ટ નિયમ કે ધર્મ તરીકે, આજ્ઞા આપે છે કે આવી બધી ક્રિયાઓ કરતાં-કરતાં પણ વિદ્વાન મુનિએ તો સદા-સર્વદા, સતત, આત્મામાં રમણ કરતાં-કરતાં જ રહેવું, આત્મામાં જ રમમાણ રહેવું (માત્મારામ: વત્ ) વસે - એ ક્રિયાપદ વિધ્યર્થ-રૂપ છે એટલે, આમ કરવું, એ વિદ્વાન મુનિ માટે એક અવશ્ય કરવાનું, “કર્તવ્ય” (Duty), બની રહે છે.
શ્લોકમાંનો યથેચ્છયા - શબ્દ પણ એવો અને એટલો જ સૂચક છે : હવે તો તે “મુક્ત” છે. એટલે સંસારના કે સમાજના કોઈ વિધિ-નિષેધો તેને નડે જ નહીં : એને હવે કોઈ વર્ણ કે આશ્રમની મર્યાદા રહેતી નથી. હવે તો તેની પોતાની, અંગત, સ્વકીય ઇચ્છાનું જ સંપૂર્ણ સામ્રાજ્ય ! “અન્યની કોઈ જ ઇચ્છાનું. હવે તેનાં જીવનમાં, કશું જ સ્થાન નથી; એટલે, ગમે તે અવસ્થામાં કે પ્રક્રિયામાં, આત્મામાં જ રમણ કરતાં રહેવાનું પણ તેણે “સ્વેચ્છાએ” (યથેચ્છયા) જ કરવાનું છે ! - મુક્ત મનથી, પૂરી પ્રસન્નતાપૂર્વક, તેનું અંતઃકરણ કહે તેમ, તેના પોતાના આત્માના અવાજ (Inner Voice) અનુસાર !
આમ તો, આદર્શ જીવન્મુક્ત, આમ કરતો જ હોય. કારણ કે એની ચિત્તવૃત્તિ નિરંતર આત્મસ્વરૂપમાં જ લીન થયેલી હોય ! આ તો, માત્ર માર્ગદર્શન-રૂપ એક સામાન્ય સલાહ-સૂચન તરીકે જ, આચાર્યશ્રીએ, શિષ્ય માટે, આવું-આટલું, અહીં, નિરૂપણ કર્યું છે.
બાકી તો, બ્રહ્મસ્વરૂપ બની રહેલા આવા જીવન્મુક્તને તો, પોતે ભલો ને પોતાનો આત્મા ભલો ! - પૂરેપૂરો “આત્મારામ” !
શ્લોકનો છંદઃ અનુષુપ (પર૯) ફર્મા- ૬૭
વિવેકચૂડામણિ | ૧૦૫૭