________________
જ અત્યારે પણ અનુભૂતિ કરી રહ્યો છે, તેમાં જ આત્મનિષ્ઠા રાખવાનો આદેશ
ગુરુદેવ તેને શા માટે આપે છે તે જરા, ન સમજાય તેવું છે, અને શિષ્યની સંનિષ્ઠામાં, ગુરુદેવને સંપૂર્ણ શ્રદ્ધા નથી, એવી છાપ પણ વાચકનાં ચિત્ત પર પડે એ સ્વાભાવિક છે.
-
પરંતુ હકીકતમાં, એવું કશું નથી : શિષ્યની સિદ્ધિ અને સજ્જતામાં ગુરુદેવને સંપૂર્ણ શ્રદ્ધા છે; પણ શિષ્ય એની આધ્યાત્મિક જીવન-કારકિર્દીમાં આવી પરમોચ્ય સિદ્ધિએ પહોંચે ત્યારપછી પણ, એની એવી જ સફળતાનાં સાતત્યનાં હિતમાં, ગુરુએ, શિષ્યને, તેનાં જીવનનાં આવાં અમૂલ્ય સંકેત-સૂત્રોનું પ્રદાન કરવું જોઈએ, એવી શાસ્ત્ર-પ્રણાલિકાને જ ગુરુજી અહીં અનુસરી રહ્યા છે, એમ આપણે સમજવાનું રહે છે.
અને હવે પછી પણ, ગુરુદેવના આ અંતિમ ઉપદેશ દરમિયાન, ક્યારેય પશુ આવું લાગે ત્યારે, આપણે એમાં શાસ્ત્રની પરંપરાગત આવી સંકેતસૂત્ર-બદ્ધતાનાં જ દર્શન કરવાનાં રહેશે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૨૪)
પરપ
स्वयमेव सर्वथा पश्यन् मन्यमानः स्वमद्वयम् । स्वानन्दमनुभुञ्जानः कालं नय महामते ॥५२५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સ્વયમેવ સર્વથા પશ્યન્ મન્યમાનઃ સ્વમદ્રયમ્ | સ્વાનન્દમનુર્ભુજાનઃ કાઢ્યું નય મહામતે ।।૫૨૫॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
(હે) મહામત્તે ! સર્વથા સ્વયમેવ પશ્યન્, સ્વ અયં મન્યમાન:, आनन्दं अनुभुञ्जानः, (त्वं) कालं नय ॥५२५॥
શબ્દાર્થ :
સ્વ
મુખ્ય વાક્ય : (દે) મહામતે ! (હ્ત્વ) જાત નય ! હે બુદ્ધિમાન ! તું સમય વ્યતીત કર, સમય વીતાવ, કાળ-નિગમન કર, શી-શી પ્રક્રિયાઓ કરતાં કરતાં, શિષ્ય, સમય વ્યતીત કરવાનો છે ? - આ પ્રમાણે ત્રણ : (૧) સર્વથા સ્વયં ડ્વ પશ્યન્ । સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વ-સમયમાં અને સર્વ વસ્તુઓમાં (સર્વત્ર, ૧૦૪૮ | વિવેકચૂડામણિ