________________
રસહીન (વિષયો)માં રાચે ? અત્યંત આનંદ આપનાર (મૂળ) ચંદ્ર (પોતે) પ્રકાશી રહ્યો હોય ત્યારે, ચિત્રમાં ચીતરેલા ચંદ્રને જોવાનું કોને ગમે ? (પર૩) ટિપ્પણ:
સાહિત્યના શૃંગાર-વીર-કરુણ વગેરે નવ-રસોમાં “આનંદ-નામના કોઈ રસનો સમાવેશ કરવામાં નથી આવ્યો, - એ હકીકત કોઈકને જરા વિચિત્ર લાગે !
પરંતુ થોડું જ વિચારતાં, આવી કોઈ વિચિત્રતાને કશું જ સ્થાન રહે નહીં : રસ એટલે જ ઉચ્ચ પ્રકારનો આસ્વાદ આપનાર તત્ત્વ : રસ્થ, માસ્વાદ્યતે, વર્ચત તિ રસ | આમ, જો રસ એટલે જ “આસ્વાદ', એવો અર્થ થતો હોય તો પછી. આનન્દ' એવા નામનો કોઈ “દશમો’ રસ ઊમેરવાની જરૂર જ રહેતી નથી ! ઊભી થતી જ નથી !
આની પાછળનું રહસ્ય એ છે કે સાહિત્યના પેલા નવેય રસની “આધારશિલા” એટલે જ આ એક માનદ્ર-રસ ! . ' અને આ તો, વળી, પરબ્રહ્મ સાથેનાં સાયુજ્યમાંથી નિષ્પન્ન થતો મનન - રસ ! આવા રસની અનુભૂતિ તો, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર, જણાવ્યું છે તેમ, અવર્ણનીય ! - Indescribable! શબ્દકોશ(Dictionary)માંના કયા અને કેટલા શબ્દની ગુંજાયશ કે આ આનંદ-રસની અનુભૂતિને અભિવ્યક્ત કરી શકે ! સાહિત્યશાસ્ત્રના વિવેચકોએ “શબ્દ”ની શક્તિની ઘણી-બધી પ્રશસ્તિ કરી છે, અને છતાં, વાત કેવી વિચિત્ર છે કે બ્રહ્મનો દરજ્જો (Status) પામેલા (“શબ્દબ્રહ્મ !”), - એવા આ શબ્દની પણ સમગ્ર શક્તિ, આ “આનંદ-રસ'ની અનુભૂતિની બાબતમાં, કુંઠિત થઈ જાય છે !
આવી “રસાનુભૂતિ' છોડીને (ડબ્લ્યુ) જે, વિદ્વાનું, નીરસ વિષયો(શૂષ વિષષ)માં રાચે (રમત), તેને શું કહેવું?
વિષયાનું વિષવત્ નેત્ | (“વિષ જેવા વિષયોને ત્યજી દેવા જોઈએ !”) - એવી સલાહ આપનાર “અષ્ટાવક્રગીતા”નો પણ જે માણસ આદર કરતો નથી તેને, “વિદ્વાન-શબ્દ માટે પાત્ર કેવી રીતે ગણી શકાય !
બીજું, આ “આનન્દ-રસ” તો “રસ”, સર્વ રસોનો “રસ” ! રસાનાં રસ: . અને પેલા વિષયો? – એનાં સંપૂર્ણ વર્ણન માટે આ એક જ શબ્દ પર્યાપ્ત શૂન્ય ! ખાલીખમ ! નીરસ ! આમ, “શોભાના ગાંઠિયા’ જેવો આ વિદ્વાન તો પેલા મહામૂર્ખ જેવો જ,
વિવેકચૂડામણિ | ૧૦૪૫