________________
પરંતુ આ વિકારોની સંખ્યાનો કશો અંદાજ ખરો ? - હા : રીંધા, શતધા, સહસ્ત્રધા પ વા સસ્તુ | સંસ્કૃતમાં ધા-શબ્દ પ્રકારો કે જાતો (Kinds) અથવા રીતો (Ways) સૂચવે છે : રાધા એટલે દશ-પ્રકારના, શતધા એટલે સો-પ્રકારનાં, સેંકડો; સત્રધા એટલે હજાર-પ્રકારના, હજારો (વિકારો). પ્રકૃતિના વિકારો ભલેને દશ-પ્રકારના, સો-પ્રકારના, કે હજાર-પ્રકારના હોય !
(ર) કાંતિઃ તૈઃ (વિવાદ) લિમ્ ?એટલે જ્ઞાનસ્વરૂપ, ચૈતન્ય-સ્વરૂપ છું, - એવા મને, મારા આત્માને, તેથી શું? એ બધા વિકારો સાથે મારે, - અસંગ ચૈતન્યસ્વરૂપને, - શો સંબંધ ? આવો દાવો (Claim) શાના આધારે કરી શકાય ? હવે પછીનાં, ત્રીજા વાક્યમાં, આવાં વિધાનનાં સમર્થનમાં રજૂ કરેલ ઉદાહરણના આધારે.
(૩) ધનઃ વિસ્ (પ) અમ્બર સ્મૃતિ | ધન એટલે વાદળું; અને અધ્વર એટલે આકાશ : વાદળું કદાપિ આકાશને સ્પર્શી શકતું નથી. (૫૧૨) અનુવાદ :
પ્રકૃતિમાં ભલેને દશ-જાતના, સો-જાતના, અરે હજાર-જાતના પણ વિકારો થાય ! અસંગ-ચૈતન્યસ્વરૂપ એવા મને મારા આત્માને) તેથી (તેનાથી, તે વિકારોથી) શું ? વાદળું કોઈ વખતે પણ આકાશને સ્પર્શી શકતું નથી. (૫૧૨) ટિપ્પણ ,
મારે ન તો પ્રવૃત્તિ છે, ન તો નિવૃત્તિ છે” (શ્લોક-૫૦૩), “મને વળી પુણ્ય કે પાપ ક્યાંથી હોઈ શકે ?” (શ્લોક-૫૦૪), - ત્યાંથી શરૂ કરીને છેક શ્લોક-પ૧૧ સુધી, શિષ્ય, પોતાની પ્રવર્તમાન સંપૂર્ણતઃ પરિવર્તિત પરિસ્થિતિમાં, આવું કશું શક્ય જ નથી, એવું પોતાનું પ્રતિપાદન ચાલુ રાખ્યું. એ જ વિચારસરણીનું એનું અનુમોદન અહીં પણ ચાલુ જ રહ્યું છે.
જેને આધારે જગતની ઉત્પત્તિ, એકધારી, થતી જ રહે છે તે સાંખ્ય-દર્શનપ્રબોધિત “મૂલ(Primordial)-પ્રકૃતિના અર્થમાં, કે વેદાન્ત-દર્શનના પારિભાષિક શબ્દ એવી “માયા”ના અર્થમાં, આ શ્લોકમાંના પ્રકૃતિ-શબ્દને ગમે તે અર્થમાં ઘટાવીએ, એક વાત તો સુનિશ્ચિત જ છે કે “પ્રકૃતિ” એવું એક અનાત્મ-તત્ત્વ છે, જેમાં, શારીરિક-માનસિક-બૌદ્ધિક કક્ષાએ, સતત વિકારો સર્જાતા જ રહે છે, અને તે પણ કોઈ દશ-વશની મર્યાદિત સંખ્યામાં જ નહીં, પરંતુ સેંકડો-હજારોની સંખ્યામાં અને એવા અને એટલા અસંખ્ય પ્રકારના ! એક વિચિત્ર અને આશ્ચર્યકારક હકીકત તો એ છે કે એનું નામ ભલે “પ્રકૃતિ -
વિવેકચૂડામણિ / ૧૦૨૧