________________
વિમુત-માયા સુધીની ! વર્તુત્વ - કર્તાપણું, કર્તા-ભાવ; મોજીત્વ એટલે ભોક્તાભાવ, ભોક્તાપણું; રવતત્વ | રવત એટલે શઠ, લુચ્ચો; વત્તત્વ એટલે શકતા, શાક્ય, લુચ્ચાપણું; સત્તતા - ઉન્મત્તપણું, ઉન્માદ, ગાંડપણ; નડત્વ - જડતા; વૈદ્ધત્વ - બંધન; વિમુwતા એટલે વિમુક્તપણું, મુક્તિ, મોક્ષ, મુક્તાવસ્થા; - આ બધી તો ફક્ત બુદ્ધિની જ કલ્પનાઓ છે. ' (૨) શા: વિન્ધા દ્રાણિ વસ્તુતઃ સતિ . વસ્તુતઃ એટલે વાસ્તવિકરૂપે, ખરેખર, હરગીઝ. આવી, - એટલે કે ઉપર્યુક્ત, કલ્પનાઓ બ્રહ્મમાં છે જ નહીં. આ કામ કેવું છે? - ચાર વિશેષણો આ પ્રમાણે : (અ) સ્વમિન્ ! હું જ પરમ બ્રહ્મ છું, - એવા મારામાં, (બ) પરે એટલે પરમ; (ક) વત્તે - એકસ્વરૂપ, કેવલસ્વરૂપ, અસ્પષ્ટ; (૩) બદલે – અદ્વિતીય. (૫૧૧) . અનુવાદ :
કર્તાપણું, ભોક્તાપણું, શઠતા, ઉન્માદ, જડતા, બંધન અને વિમુક્તિ, - વગેરે * બુદ્ધિની જ કલ્પનાઓ છે : કેવલ, અદ્વિતીય અને પર-બ્રહ્મસ્વરૂપ એવા મારામાં (આત્મામાં, એ સવ) છે જ નહીં. (૫૧૧) ટિપ્પણ :
પોતાનાં પ્રતિપાદનનાં સમર્થનમાં શિષ્યનું સંભાષણ આ પ્રમાણે ચાલુ છે : કર્તુત્વથી શરૂ કરીને મુતાવસ્થા સુધીના, શ્લોકની પ્રથમ બે પંક્તિમાં નિર્દિષ્ટ, વિકલ્પો, એટલે કે, કલ્પનાઓ, બુદ્ધિ સાથે જ સંબંધ ધરાવે છે, આત્મા સાથે કે પરમ-બ્રહ્મ સાથે નહીં; અને અત્યારે તો શિષ્ય પોતે જ પરબ્રહ્મ સ્વરૂપ બની રહ્યો છે, એટલે પોતાનામાં (સ્વસ્મિન) પણ નથી.
અંતે, આ “બુદ્ધિ પણ શું છે ? આ પહેલાં, આપણે જોયું તે પ્રમાણે, દેહ સાથે સંબંધ ધરાવતી અનાત્મા – જેવી એક ઉપાધિ જ ! ભલે આત્મચૈતન્ય આ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયું હોય તો પણ, છેવટે તો તે પણ એક પ્રતિબિંબ જ ને ! કર્તુત્વ-ભોક્તત્વ વગેરે જે વિકલ્પો શ્લોકમાં ગણાવવામાં આવ્યા છે તે બધા, અવિદ્યાથી, બુદ્ધિમાં, એટલે કે એ ઉપાધિમાં, અધ્યારોપિત થયા હોવાથી, મિથ્યા જ છે. અને વિકલ્પો એટલે તો “વિકલ્પો' ! માત્ર “કલ્પનાઓ” જ એ તો સત્યસ્વરૂપ હોય જ શાની ?
શિષ્ય કહે છે કે “અત્યારે હું જેમાં તાદાત્મ પામી રહ્યો છું તે, પરમ-બ્રહ્મ તો કેવલ” (Absolute) અને “અદ્વિતીય' છે, તેથી તે તો સમગ્ર બ્રહ્માંડનું મૂળભૂત અધિષ્ઠાન છે. અને કર્તુત્વ-ભોકતૃત્વ વગેરે વિકલ્પો તો આ અધિષ્ઠાનના સંસર્ગમાં
- વિવેકચૂડામણિ | ૧૦૧૯