________________
પડેલાં પ્રતિબિંબની ચંચળતાને (બિંબરૂપ) સૂર્યગત (ચંચળતા) સમજી લે છે તેમ જ, સૂર્યની જેમ નિષ્ક્રિય બિંબસ્વરૂપ (આત્માને) ‘હું કર્તા છું, હું ભોક્તા છું, અરે હાય ! હું મરી ગયો !' આમ ક્લ્પના કરે છે. (૫૦૯)
ટિપ્પણ :
“હું કર્તા નથી, ભોક્તા નથી”, - એવું પ્રતિપાદન, શિષ્ય, ગયા શ્લોકમાં, ર્યું હતું. અત્યારની તેની પોતાની વિશિષ્ટ પરિસ્થિતિ, બ્રહ્મ-અનુભૂતિ અને બ્રાહ્મીઅવસ્થાને કારણે, તે પોતે, પોતાની બાબતમાં, કર્તૃત્વ-ભોતૃત્વ વગેરે ભાવોથી પર હોય, એ સ્વાભાવિક છે, પરંતુ મંદબુદ્ધિવાળા મનુષ્યો આવા કર્તૃત્વ-ભોતૃત્વ જેવા મિથ્યા ભાવોમાં કેમ ફેલાયેલા રહે છે, તેની સમજૂતી, શિષ્ય, આ શ્લોકમાં, એક ઉદાહરણ આપીને, આપે છે.
દિવસ હોવાથી, સૂર્ય આકાશમાં છે અને જળાશયનાં જળમાં તેનું પ્રતિબિંબ પડે છે; પરંતુ જળમાં તો હલનચલન ચાલ્યા જ કરતું હોય અને ત્યારે જળાશયમાંનું સૂર્યપ્રતિબિંબ પણ હાલતું-ચાલતું દેખાય ! આવા સમયે મંદમતિ મનુષ્યો, પોતાની બુદ્ધિની મર્યાદાને કારણે, એમ જ માની બેસે કે જળાશયમાં સૂર્ય પણ હાલી-ચાલી રહ્યો છે !
હકીકતમાં, પોતાનાં મૂળભૂત બિંબસ્વરૂપે સૂર્ય તો નિષ્ક્રિય છે, અવિચળ છે, આકાશમાંનાં પોતાનાં સ્થાનમાં સ્થિર જ છે; જે હાલતું-ચાલતું દેખાય છે તે તો જળાશય-જળમાં રહેલું સૂર્યનું પ્રતિબિંબ છે, અને તે પણ એટલા માટે ચંચળ દેખાય છે કે તે (પ્રતિબિંબ) જળાશયમાં છે અને તે જળ જ ચાલતું હોય છે !
શ્લોકમાંનાં ઉદાહરણને સવિશેષ સ્પષ્ટ કરીએ તો સૂર્ય બિંબ છે, જળાશયમાં જે છે તે એનું પ્રતિબિંબ છે, અને જળ તો, એ પ્રતિબિંબની માત્ર ઉપાધિ જ છે. બસ, એ જ રીતે, મનુષ્યનાં દેહ-ઇન્દ્રિયો-બુદ્ધિ વગેરે ‘ઉપાધિઓ’ છે, - જે, તેની મર્યાદાઓ(Conditionings)ને કારણે, સતત, ચંચળ અને અસ્થિર હોય છે. અને બિંબસ્વરૂપે સદા-સર્વદા અવિચળ અને નિષ્ક્રિય એવા આત્માનું પ્રતિબિંબ મનુષ્યની બુદ્ધિમાં અને અંતઃકરણમાં પડે છે ત્યારે, મૂર્ખ મનુષ્યો, બુદ્ધિમાં પડેલા આત્માનાં પ્રતિબિંબને જ આત્મા માની લેવાની ભૂલ કરે છે અને પ્રતિબિંબ-ગત કર્તૃત્વ-ભોતૃત્વ વગેરે જેવા મિથ્યાભાવોનું આરોપણ આત્મા પર કરે છે ઃ આમ, અનાત્માનું આરોપણ આત્મા પર કરવામાં આવે ત્યારે, અનાત્મારૂપ ઉપાધિઓમાં જે કંઈ બને તેને, તે, પોતાની મતિની મંદતાને કારણે, આત્મામાં જ બની રહ્યું છે તેમ સમજી લે છે !
સાચી વાત તો એ છે કે આત્મા તો, સૂર્યની જેમ, નિષ્ક્રિય અને અવિચળ વિવેકચૂડામણિ / ૧૦૧૫