________________
પ્રકાશમાં જ સંપન્ન થાય છે, તેથી આ સર્વ કર્મોનો તે સાક્ષી છે, પરંતુ તેને પોતાને આ કર્મોમાંનાં કોઈ પણ સાથે કશો જ સંબંધ હોતો નથી. સૂર્ય આ બધું જુએ છે, પણ તે જરા પણ લપાતો નથી. સર્વનો તે “પ્રકાશક' (Illuminer) છે, પણ સર્વ પ્રકાશિતોનો તો, તે માત્ર સાક્ષી જ છે ! પોતાનાં આ પ્રકાશનકર્મમાં ( M), અંગત-રીતે, તેનો માત્ર “સાક્ષિભાવ' જ હોય છે !
શિષ્ય કહે છે કે – “અત્યારે મારો પણ, સમગ્ર જગત સાથે, આવો સાક્ષિભાવ જ છે !, - મારા “કૂટસ્થ” અને “ચિદાત્મ સ્થાનેથી !”
(૨) અગ્નિના સંપર્કમાં આવવાથી લોઢું ગરમ થઈ જાય છે, પરંતુ અગ્નિને લોખંડ સાથે કશો સંબંધ હોતો નથી : પ્રકાશ-પ્રસરણ એ જેમ સૂર્યનો ધર્મ છે તેમ જ, જેના સંપર્કમાં આવે તે પદાર્થને ગરમ કરવું, બાળવું (), એ અગ્નિની પ્રકૃતિ છે. લોઢું ગરમ થાય છે, એમાં માત્ર સંસર્ગદોષ જ કારણભૂત છે. અગ્નિ લોઢામાં પ્રવેશે છે, પણ લોઢાંના કોઈ મેલ વગેરેથી તે લેશ માત્ર પણ લપાતો નથી. જેને તે ગરમ કરે છે, તેવા કોઈ પણ પદાર્થ સાથે તેને કશો જ સંબંધ હોતો, નથી : “દાહકતા એ અગ્નિનો સ્વભાવ છે, એટલું જ ! - અગ્નિ તો કહે જ છે કે “દાહકતા એ તો મારો સ્વભાવ જ છે, તમારે સલામત રહેવું હોય અને દાઝવું ન હોય તો આ નિયમ તમારે જાણવો અને પાળવો જ રહ્યો ! કાયદાનું અજ્ઞાન, એ કોઈ પણ કોર્ટમાં નિર્વાહ્ય બચાવ કે બહાનાં તરીકે માન્ય ગણાતું નથી કે મારા સંપર્કમાં તમે આવ્યા અને દાઝી ગયા, એમાં મારો શો દોષ?”
ફૂટસ્થ બની રહેલો શિષ્ય, આથી જ કહે છે કે “તે જ રીતે (તથા પવ), હું પણ સમગ્ર જગતમાં, આવા ભાવે જ નિવગું છું !” :
(૩) અને રાતના અંધારામાં પડેલું દોરડું (રજ્ઞ) સાપરૂપે દેખાય ત્યારે, દોરડાંને સાપ સાથે કેવો સંબંધ હોય છે? સાપ તો, હકીકતમાં, ત્યાં હતો જ નહીં, એનું તો દોરડાં પર માત્ર આરોપણ જ કરવામાં આવ્યું હતું, એ તો માત્ર એક કલ્પના જ હતી ! સાપનું પોતાનું તો કશું સ્વતંત્ર અસ્તિત્વ જ હોતું : જેનું અસ્તિત્વ જ ન હોય, એવા સાપ સાથે દોરડાંને કેવો-કયા પ્રકારનો સંબંધ હોય. હોઈ શકે ?
બસ, “ફૂટસ્થ' એવા મારે”, શિષ્ય કહે છે કે “જે મિથ્યા' જ છે, તેવાં જગત સાથે, “પરમ-સતું' એવા મારે, સંબંધ કેવો ને વાત શી ?
હું તો “કૂટસ્થ છું, મારા પર અન્ય કોઈ પણ વ્યક્તિ ગમે તેવું “આરોપણ (Super-imposition, Projection) કરે, તેની સાથે મારે શી લેવા-દેવા? હું તો સચ્ચિદાનંદ-સ્વરૂપ જ છું !”
શ્લોકનો છંદ ઉપજાતિ (૫૦૭) ૧૦૧૦ | વિવેકચૂડામણિ