________________
સંબંધ હોય) છે. (૫૦૭)
ટિપ્પણ :
પરબ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરી રહેલા શિષ્યે અત્યારના પોતાના જે અધિકાર વિશે શ્લોક-૫૦૩ અને શ્લોક-૫૦૪માં વાત કરી હતી, તેની યથાર્થતાનું નિરૂપણ આ પહેલાંના, છેલ્લા, બે શ્લોકો-૫૦૫-૫૦૬માં કરવામાં આવ્યું હતું. એ જ નિરૂપણને, તે, આ શ્લોકમાં બીજાં ત્રણ ઉદાહરણો આપીને ઘોષણા કરે છે કે “હું હવે ‘ફ્રૂટસ્થ’ અને ‘ચિદાત્મસ્વરૂપ’ બની રહ્યો હોવાથી, જગત અને દેહાદિ સાથે મારે કશો જ સંબંધ હોઈ શકે નહીં ! (તર્થવ છૂટપિવાત્મનો મે 1)
પરંતુ શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિઓમાં, આચાર્યશ્રીએ પ્રયોજેલાં ત્રણ ઉદાહરણોનું વિવરણ કરીએ તે પહેલાં, છૂટસ્થ અને વિદ્રાત્મા - એ બે શબ્દોને આપણે સમજી લઈએ. શિષ્ય, અત્યારે, સન્નિવાનન્દ્ર (સત્-વિદ્-આનન્દ્ર) એવા પરમાત્મા સાથે તાદાત્મ્ય પામી રહ્યો છે ત્યારે, તે, ‘ચિદાત્મસ્વરૂપ' એટલે કે ચૈતન્યસ્વરૂપ અથવા જ્ઞાનસ્વરૂપ હોય, એ તો, અત્યારસુધીના, આ ગ્રંથના સ્વાધ્યાયનાં પરિણામે સમજી શકાય એવું છે; પરંતુ આ ટÆ એટલે શું ?
વેદાન્ત-વિઘામાં, બ્રહ્મ અથવા પરમાત્માનાં સ્વરૂપ માટે પ્રયોજાતો, આ એક પ્રચલિત પારિભાષિક શબ્દ છે : છૂટ એટલે સર્વોચ્ચ સ્થાન અને તે તિતિ અસૌ ટસ્થઃ । ઉપપદ - સમાસ), એટલે તે, જે, હંમેશાં આવાં પરમોચ્ચ-સ્થાનમાં બિરાજી રહ્યું હોય, તે, પરબ્રહ્મ, પરમતત્ત્વ : Supreme Soul. અને બ્રહ્મ આવાં સ્થાનમાં જ નિત્ય રહે છે, તેથી તે એવું છે કે તેનાં સ્વરૂપમાં કદી પણ ક્યારેય કશું પરિવર્તન થતું નથી : તે તો છે સદા Immovable, Unchangeable, Perpetually the same, Immutable.
ઉપનિષદોમાં તો, પરમતત્ત્વ માટે, આ ‘ટસ્થ’-શબ્દ અનેક વાર પ્રયોજાયો છે, પરંતુ ઉપનિષદનાં જ દોહનરૂપ એવી ગીતામાં પણ આ શબ્દ આ બે વાર તો પ્રયોજાયો જ છે :
(૧) જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા ટથ્થો વિનિતેન્દ્રિયઃ । (૬, ૮) (૨) સર્વગમમન્નિત્યં ૪ સ્થમવાં ધ્રુવમ્ । (૧૨, ૩)
આચાર્યશ્રીએ શ્લોકમાં યોજેલાં ત્રણ ઉદાહરણોના મર્મને હવે આપણે મ્હાણીએ :
(૧) ભગવાન સવિતાનારાયણ સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ પાથરવાનું પોતાનું ધર્મકાર્ય નિયમિત રીતે પરિપૂર્ણ કરે છે અને આ જ કારણે સૂર્યને “જગત્-ચક્ષુ” અને “કર્મસાક્ષી’ એવાં બે નામો આપવામાં આવ્યાં છે : સમસ્ત વિશ્વનાં સર્વ કર્મો સૂર્યના વિવેકચૂડામણિ / ૧૦૦૯
ફર્મા - ૬૪