________________
એટલે ઘનીભૂત-ખીચોખીચ-ઠસોઠસ-પૂરેપૂરો ભરેલો, Compact, Dense છે, તેવો; (૩) ય: નિરન્તરઃ (મસ્તિ) । જે હંમેશાં વચ્ચે અંતર, વ્યવધાન વિનાનો, Unbroken, અખંડિત છે, તેવો; અને (ડ) ય: વ્યોમ વ પૂર્ણ: (મસ્તિ) । વ્યોમ એટલે આકાશ; અને જે આકાશની જેમ સર્વવ્યાપ્ત, પૂર્ણ-સંપૂર્ણ-પરિપૂર્ણ છે, તેવો. (૫૦૩)
અનુવાદ :
જે (હંમેશાં) એકરૂપ છે, ઘનીભૂત છે, નિરંતર છે અને આકાશની જેમ પૂર્ણ છે, તે (કોઈ પણ પ્રકારની) ક્રિયા કેવી રીતે કરી શકે ? (તેથી) સન્માત્ર-સ્વરૂપ અને નિરવયવ એવા મારે ન તો (કોઈ) પ્રવૃત્તિ છે, અને ન તો નિવૃત્તિ છે. (૫૦૩) ટિપ્પણ :
બ્રહ્મરૂપ બની રહેલો શિષ્ય, પોતાનાં પ્રવર્તમાન અસામાન્ય વ્યક્તિત્વ તથા સ્વરૂપની વિશિષ્ટતા વર્ણવતાં, કહે છે કે “હે ભગવન્ ! પરમતત્ત્વમાં હું અત્યારે સંપૂર્ણરીતે તન્મય-તરૂપ બની ગયો છું, તેથી હવે હું માત્ર અસ્તિત્વ(Existence)સ્વરૂપે જ છું. પ્રવૃત્તિ કે નિવૃત્તિ તો તેને હોય, - જેને જૂદાં-જૂદાં નામો-રૂપો હોય, અવ્યવો હોય, અંશો હોય, અને જે અપૂર્ણ હોય. હું તો, અત્યારે, આપની કૃપાથી, એવું પરમતત્ત્વ બની રહ્યો છું, જે, સર્વત્ર ઠસોઠસ-ખીચોખીચ ભરેલું છે, જેને સત્સિવાય અન્ય કોઈ રૂપ નથી, જે નિરન્તર છે અને જે આકાશની જેમ સર્વવ્યાપ્ત અને પરિપૂર્ણ છે.
પ્રવૃત્તિ-નિવૃત્તિ તો તેનામાં હોય, જ્યાં અહંભાવ-મમભાવ હોય, કર્તૃત્વભોકતૃત્વની સભાનતા (Ego-centric idea) હોય. હું તો અત્યારે સંપૂર્ણરીતે સમાનધર્મા (Homogenous) અને એકાત્મક-એકરૂપ (Uniform) બની ગયો છું અને તેથી અક્રિય-નિષ્ક્રિય-નિશ્ચેષ્ટ-અકર્મ એવું બ્રહ્મતત્ત્વ હું પોતે જ છું !”
આ
બ્રહ્મનાં નિત્ય-નિરન્તર-નિરવયવ-નિષ્ક્રિય-નિશ્ચેષ્ટ સ્વરૂપની વિરુદ્ધ દલીલ કરી રહેલા પૂર્વપક્ષની વિચારસરણીનું ખંડન કરતાં, “બ્રહ્મસૂત્ર”માંનાં, નીચેનાં સૂત્રો, અનુસંધાનમાં, પ્રસ્તુત બની રહે તેવાં છે :
(૧) ૩ાન્તિ-ત્યાતીનામ્ । (૨, ૩, ૧) (“આત્માની ઉત્ક્રાન્તિ, ગતિ અને પ્રત્યાગતિ વિશેનાં આધ્યાત્મિક ઉચ્ચારણોનાં કારણે.”)
(૨) જતાં શાસ્ત્રાર્થવત્તાત્ । (૨, ૩, ૩૩) : (“શાસ્ત્રોની અર્થપૂર્ણતાનાં કારણે (આત્મા) કર્તા છે.”)
(૩) યથા ૬ તક્ષોભયથા । (૨, ૩, ૪૦) : (“તેથી, અને બંને રીતે પેલા
વિવેકચૂડામણિ / ૧૦૦૧