________________
તાદ્રિ એટલે “કુલપર્વત”. પુરાણોના અભિપ્રાય પ્રમાણે, પૃથ્વી પર આવા સાત પર્વતો છે, - જે હંમેશ માટે ટકી રહે છે :
મહેન્દ્ર નાયક, સા:, શશિમાન પર્વત .
विन्ध्यः च पारियात्रः च सप्त एते कुलपर्वताः ॥ કુલપર્વતોની આ યાદીમાં, પર્વતોનાં નામો જૂદા જૂદાં પણ હોય છે. (૫૦૨) અનુવાદ :
(દેહ વગેરે) ઉપાધિ આવે છે, અને તે જ જાય છે; તે જ કર્મો કરે છે અને (તેનાં ફળ) ભોગવે છે; તે જ ઘરડી થઈને મરી જાય છે; પરંતુ હું (આત્મા) તો કુલપર્વતની જેમ સદા અવિચલ જ રહું છું. (૫૦૨). ટિપ્પણ:
પોતાની પ્રવર્તમાન પ્રસન્નતા-ધન્યતા-કૃતાર્થતા વિશેનાં સંભાષણમાં આગળ વધતાં, શિષ્ય, આ શ્લોકમાં, પોતાની સર્વકાલીન અવિચળ સંસ્થિતિ આ પ્રમાણે વર્ણવે છે : - “હે ભગવન્! આ બ્રહ્માંડમાં, બ્રહ્મરૂપ બની રહેલા મારા એક સિવાય બાકીનું બધું જે અનિત્ય, અસ્થિર અને અલ્પાયુષી છે, - ગીતાનો પારિભાષિક શબ્દ પ્રયોજીને કહું તો - SHISાયિન: (૨, ૧૪) છે : “આવે છે ને જે જાય છે !” મનુષ્યનો સ્થૂલ દેહ અને તેની સાથે સંકળાયેલા સઘળા પદાર્થો - મન, બુદ્ધિ, પ્રાણ, ઈન્દ્રિયો વગેરે, - સઘળી ઉપાધિઓ, “અનાત્મા છે, અને તેથી મઢ્યું અને મરણધર્મી છે. તે સર્વ ઉપાધિઓ ભૌતિક રીતે જન્મીને સંસારમાં આવે છે ને જાય છે, સતત આવાગમન કરતી રહે છે; સારાં-નરસાં કર્મો પણ તે જ કરે છે અને તે-તે કર્મોનાં ફળ પણ તે જ ભોગવે છે; વળી, તેઓ સહુ નાયો-તિ વગેરે છ ભાવવિકારોને આધીન હોવાથી, વૃદ્ધિ-વિકાસ-ક્ષયનાં ભોગ બને છે, જરા-વશ બનીને જીર્ણ થાય છે અને અંતે મૃત્યુ પામે છે (ઝીમ્ પ્રિયતે I), જયારે હું તો ‘કુલપર્વતની જેમ સદા-સર્વદા અવિચળ જ રહું છું !”
કેટલાક ભાષ્યકારોના મત પ્રમાણે, આ શ્લોકમાંનો કુલપર્વત” એટલે મેરુપર્વત”, જે, પૌરાણિક ભૂગોળ અનુસાર, સમગ્ર બ્રહ્માંડનાં કેન્દ્ર(Centre)માં આવેલો છે અને જેની આસપાસ, સૂર્ય-ચંદ્ર વગેરે પ્રકાશપ્રદ તત્ત્વો સતત પરિભ્રમણ કરતાં રહે છે. આમ, મેરુપર્વત વિશ્વનું એક નિશ્ચલ કેન્દ્ર છે, જેના આધારે સકળ વિશ્વ સ્થિર, સલામત, સંસ્થિત રહે છે.
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૫૦૨) - વિવેકચૂડામણિ | ૯૯૯