________________
૫૦૨
उपाधिरायाति स एव गच्छति
स एव कर्माणि करोति भुंक्ते । स एव जीर्यन् म्रियते सदाऽहं कुलाद्रिवन्निश्चल एव संस्थितः ॥५०२॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઉપાધિરાયાતિ સ એવ ગચ્છતિ
સ એવ કર્માણિ કરોતિ ભુંક્તે । સ એવ જીર્યન્ પ્રિયતે સદાઽહં કુલાદ્રિવનિશ્ચલ એવ સંસ્થિતઃ
॥૫૦૨॥
શ્લોકનો ગદ્ય અન્વય :
उपाधिः आयाति, सः एव गच्छति, सः एव कर्माणि करोति (तेषां कर्मणां फलानि ) भुंक्ते च सः एव जीर्यन् म्रियते; अहं (तु) सदा कुलाद्रिवत निश्चलः एव संस्थितः ॥५०२॥
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) ૩પાધિ: આયાતિ । ૩પાધિ એટલે શરીર અને એની સાથે સંકળાયેલા એના જેવા જ ‘અનાત્મ’-પદાર્થો, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે. આ ઉપાધિ શું કરે છે ? જન્મીને સંસારમાં આવે છે (આયાત્તિ). આ જ ઉપાધિ બીજું શું-શું કરે છે ? - આ પ્રમાણે, બીજી ચાર ક્રિયાઓ : (અ) સ: વ્ યતિ । અને તે જ આ સંસારમાંથી વિદાય લે છે, પાછી ચાલી જાય છે; (બ) સ: વ માંગિ રોતિ । તે ઉપાધિ જ કર્મો કરે છે; (ક) (તેમાં જર્મનાં તાનિ) મું। તેણે જે કર્મો કર્યાં, તેનાં ફળ પણ તે જ ભોગવે છે; (ડ) સ: વ નીર્યનું પ્રિયતે । નીર્યન એટલે જીર્ણ થઈને, ઘરડી થઈને, જરા’ એટલે વૃદ્ધાવસ્થા, તેને વશ થઈને; પ્રિયતે અંતે મરી જાય છે, મૃત્યુ પામે છે.
(૨) અહં તુ સવા સંસ્થિતઃ (અસ્મિ) । પરંતુ હું તો સદા રહું જ છું, સ્થિત રહું છું, ટકી રહું છું. કેવો રહું છું ? નિશ્ચતઃ વ । અવિચળ જ, અડગભાવે, અચલ-નિશ્ચલ-સ્વરૂપે જ. કોની જેમ ? ત-અદ્રિવત્ । અત્રિ એટલે પર્વત; અને ૯૯૮ / વિવેકચૂડામણિ