________________
૧૪.
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
*
-
-
~~~~~~~
- ગ્રંથની નિર્વિને પરિસમાપ્તિ થવા માટે તથા શિષ્ટાચારનું પરિપલન કરવામાટે ગ્રંથકર્તા નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે
सच्चिदानन्दरूपाय जगदङ्कुरहेतवे । सदोदिताय पूर्णाय नमोऽनन्ताय विष्णवे ॥१॥
સચ્ચિદાનંદરૂપવાળા, જગતરૂપ અંકુરના કારણ; સર્વદા અસ્તિત્વવાળા, પૂર્ણ અને અનંત પરમાત્માને મારા નમસ્કાર છે.
ત્રણે કાલમાં એકરૂપે રહેનારા, જેનો જ્ઞાનસ્વભાવ કદીપણુ લોપ પામતું નથી એવા, પરમપ્રીતિના સ્થાનરૂપ વા પરમાનંદરૂપ, પ્રતીત થતા આ જગતના અભિન્નનિમિત્તપાદનકારણરૂપ, (નિમિતકારરૂપ તથા ઉપાદાનકારણરૂપ, ) સર્વદા સ્કરણુરૂપે ઉદય પામેલા જણાતા, સ્વગત સજાતીય ને વિજાતીય ભેદવિનાના, અને દેશ કાલ ને વસ્તુના પરિચ્છેદવિનાના વ્યાપક પરમાત્માને મારા વિનયપૂર્વક નમસ્કાર હે. ૧.
सर्ववेदान्तसिद्धान्तैर्ग्रथितं निर्मलं शिवम् । सदाचारं प्रवक्ष्यामि योगिनां ज्ञानसिद्धये ॥ २॥
સર્વ ઉપનિષદના સિદ્ધાંતવડે ગુંથેલા, પવિત્ર ને કલ્યાણરૂપ સદાચારને રોગીઓના જ્ઞાનની સિદ્ધિમાટે છે કહીશ.
ઈશાદિ સર્વ ઉપનિષદોના સિદ્ધાંત જેમાં ઓતપ્રોત છે એવા, વાસ્તવિક પવિત્ર, ને કલ્યાણુસ્વરૂપ બ્રહ્મની સાથે સંબંધ રાખનાર છેવાથી કલ્યાણરૂપ એવા, ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા સદાચારથી ભિન્ન, સદાચારનું પિતાના ચિત્તને પરબ્રહ્મમાં જોડવાનો પ્રયત્ન કરતા યોગીઓના બ્રહ્મજ્ઞાનની સિદ્ધિમાટે હું કથન કરીશ. ૨.