________________
॥ श्रीशंकराचार्यनां अष्टादश रत्नो॥ भावार्थदीपिकाटीकासहित.
શ્રામાધનપસ્તોત્રા ભાવાર્થદીપિકાટીકાસહિત
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
' દેહરો. બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદ્ગપાય; સાધનપંચકની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ ,
આ સાધનચિકમાં એટલે જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન મેળવવાનાં સાધનોન ઉપદેશ કરનારા આ પાંચ કામાં પૂજ્યચરણ શ્રી શંકરભગવાને સામાન્ય અધિકારીએ પારમાર્થિક કયાં સાધનનું કેવા કમથી અનુષ્ઠાન કરી, બ્રહ્મનું જ્ઞાન સંપાદન કરી, વિદેહકૈવલ્ય પ્રાપ્ત કરવું જોઇએ તે દર્શાવ્યું છે. તેને પહેલા શ્લોકમાં વેદાધ્યયનથી માંડીને વૈરાગ્યવડે પિતાના ગૃહનો ત્યાગ સુધીનાં સાધને નીચે પ્રમાણે દર્શાવ્યાં છે –
वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयतां । तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्यज्यताम् । पापौघः परिधूयतां भवसुखे, दोषोऽनुसंधीयतामात्मेच्छा व्यवसीयतां निजगृहात्तूर्ण विनिर्गम्यताम् ॥ १॥