SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ત્મકપણથી [થાય છે.] પ્રથમ બ્રહ્મ હું છું આવા અનુભવને ઉદય થયા પછી નિશ્ચય આ [ સર્વ ] બ્રહ્મ [ છે એ યુક્તિવડે બ્રહ્મને અનુભવ ઉદય થાય છે.] ૩. સ્થલશરીર તથા આત્માના ભેદનું નિરૂપણ કરે છે-- आत्मा चिद्वित्सुखात्मानुभवपरिचित: सर्वदेहादियंता, सत्येवं मूढबुद्धिर्भजति ननु जनोऽनित्यदेहात्मबुद्धिं । बाहोस्थिस्नायुमज्जापलरुधिरवसाचर्ममेदोयुगंतर्, विण्मूत्रश्लेष्मपूर्ण स्वपरवपुरहो संविदित्वाऽपि भूयः ॥४॥ આત્મા [ જાગ્રમાં દેહાદિને પ્રવર્તક હોવાથી ચેતનરૂપ, [સ્વપ્નમાં તે વેલાને પ્રપંચ પ્રકાશના હેવાથી] જ્ઞાનસ્વરૂપ, [ને સુષુપ્તિમાં ] આનંદરૂપ [ છે, એમ] અનુભવથી જ્ઞાત [છે, તથા તે સર્વ શરીરાદિને નિયંતા [છે. ] નિશ્ચય એમ છતાં [પણ] મૂઢબુદ્ધિવાળે મનુષ્ય અનિત્ય સ્થલશરીરમાં આત્માની બુદ્ધિ કરે છે [N] આશ્ચર્ય [છે.] પિતાનું તથા અન્યનું સ્થલશરીર બહાર હાડકાં, સ્નાયુ, મજજા, માંસ, લેહી, માંસમાં રહેલી ચરબી, ચામડી ને ઉદરમાં રહેલી ચરબીથી યુકત છે, તથા ] અંતર વિષ્ટા, મત્ર ને લેમથી ભરેલું [ છે, એમ ] સારી રીતે જાણીને પણ પુનઃ [સ્થલશરીરમાં આત્માની બુદ્ધિ કરે છે એ મોટું આશ્ચર્ય છે.] ૪. મૂઢબુદ્ધિવાળાને સ્થૂલશરીરમાં થતા અપણાના સંબંધમાં આશ્ચર્ય દેખાડીને હવે પોતાના તથા પરના માંસમય શરીરમાં થતા મારાપણાના સંબંધમાં આશ્ચર્ય દેખાડે છે –
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy