________________
૫૮૮
શીશંકરાચાર્યનાં આકાશ ર. - આ આત્મા સ્વયંપ્રકાશ, અનંત સામર્થ્યવાળે, [પ્રત્યક્ષાદિ] પ્રમાણને અવિષય, [] સર્વેના અનુભવરૂપ [ છે.] જેને અનુભવીનેજ [ અવિદ્યા ને અવિધાના કાર્યરૂપ ] બંધથી મકળે થયેલ આ સર્વોત્તમ બ્રહ્મવેત્તા ઉત્કૃષ્ટપણે રહે છે. પ૩૫.
બ્રહ્મવેત્તા કેવી રીતે ઉત્કૃષ્ટપણે રહે છે તે જણાવે છે - न खिद्यते नो विषयैः प्रमोदते, न सज्जते नापि विरज्यते च । स्वस्मिन्सदा क्रीडति नन्दति स्वयं, निरन्तरानन्दरसेन तृप्तः ॥
અખંડાનંદરૂપ અમૃતવડે તૂસ [ થયેલે બ્રહ્મવેત્તા પ્રતિકુલ પ્રસંગમાં ] ખેદ પામતે નથી, [અનુકૂલ] વિષાવડે પ્રસન્ન થતું નથી, [ સુખનાં સાધનોમાં] આસક્ત થતું નથી, અને [દુઃખનાં સાધનોથી] ઉદ્વેગ પણ પામતે નથી, સર્વદા આત્મામાં કીડા કરે છે,[ તથા આત્મામાં જ] પોતે આનંદ અનુભવે છે. પ૩૬.
क्षुधां देहगथां त्यक्त्वा बाल: क्रीडति वस्तुनि । तथैव विद्वान् रमते निर्ममो निरहं सुखी ॥ ५३७॥
[જેમ] બાલક ભૂખને [તથા ટાઢતડકા આદિવડે થતી] શરીરની પીડાને ભૂલી જઈને [ રમવાની વસ્તુઓની [ સાથે] રમે છે, તેમજ મમતારહિત, અહંકારરહિત [ને સુખી બ્રહ્મવેત્તા [ ભૂખને તથા શરીરની પીડાને ભૂલી જઈને બ્રહ્મરૂપ વસ્તુની સાથે પિતાની પવિત્ર ને એકાગ્ર વૃત્તિવડે ] રમે છે. પ૩૭. चिन्ताशून्यमदैन्यभैक्षमशन पानं सरिद्वारिषु, स्वातन्त्र्येण निरंकुशा स्थितिरभीनिद्रा श्मशाने वने । वस्त्रं क्षालनशोषणादिरहितं दिवाऽस्तु शय्या मही, संचारा निगमान्तवीथिषु विदां क्रीडा परे ब्रह्माण ॥५३८॥