________________
શ્રીવિવેક્યૂડામણિ.
૫૦૯
ચલાયમાન થવાથી ઉપાધિથી
[[જેમ જલરૂપ ] ઉપાધિ જણાતા [ સૂર્યના ] પ્રતિબિ ંબનું ચલાયમાનપણું મૂઢબુદ્ધિવાળાએ તેના ખિખમાં (સૂર્યમાં) માને છે, [ તેમ ] સૂર્યના જેવા અત્યંત અક્રિય[ આત્મા ]ને [હું] કતા છું, [હું] ભક્તા છું, અરે! [હું] હણાયા છું, એમ [ અવિવેકી માને છે. પ૦૮.
जले वाऽपि स्थले वाऽपि लुठत्वेष जडात्मकः । नाहं विलिये तद्धर्मैर्घदधर्मैर्नभो यथा ॥ ५०९ ॥
આ જડરૂપ [ સ્થૂલશરીર ] જંલમાં અથવા તા સ્થલમાં લોટો, હું તેના ધર્માવડે લેપાતા નથી, જેમ ઘડાના ધર્મ વડે આકાશ [લેપાતું નથી તેમ. ] પ૦૯. कर्तृत्व मोक्तृत्व खलत्वम त्तता जडत्वबद्धत्वविमुक्ततादयः । बुद्धेर्विकल्पा न तु सन्ति वस्तुतः, स्वस्मिन्परे ब्रह्मणि केवलेऽद्वये ॥ - કતાપણું, ભેાક્તાપણું, દુર્જનપણું, ગાંડાપણુ, જડપણ, અદ્ધપણું ને વિમુક્તપણું આદિ બુદ્ધિની કલ્પનાઓ [છે, તે ] અસંગ, અય [ને અવિદ્યાથી ] પર બ્રહ્મરૂપ આત્મામાં વસ્તુતાએ નથીજ. પ૧૦.
सन्तु विकाराः प्रकृतेर्दशधा शतधा सहस्रधा वाऽपि । किं मेऽसङ्गचितस्तैर्न घनः क्वचिदंबरं स्पृशति ॥ ५११ ॥ પ્રકૃતિનાં દશ પ્રકારનાં, સે। પ્રકારનાં, અથવા સહસ્ર પ્રકારનાં કાર્યો। ભલે હોય, અસંગચેતનરૂપ મને તેએવડે શી [હાનિ છે ? ] વાદળું કદીપણ આકાશને સ્પર્શ કરતું નથી.પ૧૧.